૧૦૦ વર્ષ જૂનુ પીપળાનુ વૃક્ષ કાપવામાં આવતા ગઢડા મંદિર ફરી વિવાદમાં

432

ગઢડામા આવેલુ ગોપીનાથજી મંદિર કઈક ને કઈક વિવાદમાં આવે છે ત્યારે મંદિરમાં ૧૦૦ વર્ષ જૂનુ પીપળાનુ વૃક્ષ કાપવામાં આવતા ફરી વિવાદ સર્જાયો છે. ગઢડા ગોપીનાથજી મંદિરના ટ્રસ્ટી પાર્ષદ રમેશ ભગતે વૃક્ષ કાપવાના મામલે ગઢડા મંદિરના ચેરમેન, ડે. કોઠારી સહિત ત્રણ સંતો સામે મામલતદારમા લેખીત ફરીયાદ કરતા ફરી વિવાદ સામે આવ્યો છે.

બોટાદ જિલ્લાના ગઢડામા ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિર આવેલું છે અહિં ભગવાન સ્વામિનારાયણ પોતે ૨૯ વર્ષે રહી પોતાની કર્મ ભૂમિ બનાવેલ છે ત્યારે છેલ્લા ૨૦ વર્ષથી આચાર્ય પક્ષના લોકો વહીવટમાં હતા પરંતુ આ વર્ષે ચુંટણી થતા દેવ પક્ષ સત્તા પર આવતા જ મંદિર કયાકને કયાક વિવાદમા આવે છે. ત્યારે ગઢડા મંદિરમા આવેલ અક્ષર ઓરડી પાસે ૧૦૦ વર્ષ જૂનુ પીપળાનુ વૃક્ષ હતુ, તે મંદિરના વહિવટદારો દ્વારા કપાવી નાખવામાં આવતા આચાર્ય પક્ષના અને ગઢડા મંદિરના ટ્રસ્ટી પાર્ષદ રમેશ ભગતે મામલતદારને ગોપીનાથજી મદિરના ચેરમેન, કોઠારી સહિત ત્રણ સંતો વિરુદ્ધ ફરિયાદ આપી છે. જેમાં દેવ પક્ષના સ્વામી હરીજીવનદાસજી (ચેરમેન ગોપીનાથજી મંદિર ગઢડા), સ્વામી હરિપ્રસાદદાસજી (આસિસ્ટન્ટ કોઠારી) તેમજ સ્વામી ભાનુપ્રકાશદાસજીના નામો સામેલ છે.

૧૦૦ વર્ષ જુનુ વૃક્ષને કાપવાના મામલે ગઢડા મામલતદાર પીપળીયાને પુછતા જણાવેલ કે પાર્ષદ રમેશ ભગતે મંદિરના ચેરમેન સહિત ત્રણ વિરુદ્ધ વૃક્ષ છેદનની ફરીયાદ કરી છે જે તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ ગઢડા મામલતદાર જણાવ્યું હતું.

Previous articleરાજકુમાર રાવ અને મૌની રોય સાથે સનેડો
Next articleત્રિશુળિયા ઘાટમાં ૫ ફૂટ ઊંચી અને ૩૦ મીટર લાંબી સંરક્ષણ દીવાલ બનાવાશે