અડાજણમાં સાયકલ લારી ઉપર વેચાતા સમોસા ખાધા બાદ પાંડેસરાના યુવાનને પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો. જેથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. યુવકે હોસ્પિટલમાં જણાવ્યું હતું કે, તેને સમોસાવાળાએ એક સમોસું ખાધા બાદ કહ્યુ હતું કે, બીજું ન ખાઈશ તેમાં ઉંદર મારવાની દવા નાખવામાં આવી છે. આટલું સાંભળી યુવક કામ પર જવાની જગ્યાએ ઘરે ગયો અને માતા સાથે હોસ્પિટલ દોડી આવ્યો હતો.
પાંડેસરાના વિનાયક નગરમાં રહેતા આનંદ ગુલાબરાવ ઈગડે(ઉ.વ.આ.૧૯)ના લિફ્ટમેનનુંકામ કરે છે. તે આજે કામ પર જઈ રહ્યો હતો ત્યારે અડાજણમાં સમોસા ખાવા તે સાયકલ લારી પર ઉભો રહ્યો અને એક સમોસું ખાધા બાદ બીજું ખાવા જતાં પેલા સમોસાવાળાએ કહ્યું કે ન ખાઈશ મારાથી ભૂલમાં ઉંદર મારવાની દવા નાખી દેવામાં આવી છે.
આટલું કહી સાયકલ વાળો જતો રહ્યો હતો. બાદમાં આનંદ તાત્કાલિક ઘરે ગયો અને પેટમાં દુઃખતું હોવાનું તથા સાયકલવાળાની વાત કરી હતી. જેથી માતા દીકરો સારવાર માટે સિવિલ હોસ્પિટલ દોડી આવ્યાં હતાં.