દામનગર શહેરમાં બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીને ચોકલેટથી મો મીઠું કરવી કુમ કુમ તિલક સાથે શુભેચ્છા આપતા અગ્રણીઓ વાલીઓ શિક્ષકો એસએસસી અને ધોરણ ૧૨ના પરિક્ષાર્થીઓ શહેરભરમાં ત્રણ કેન્દ્રો પર શાંતિ પૂર્ણ માહોલમાં પરીક્ષા આપે તે માટે ચુસ્ત બંધોબસ્ત દામનગર શહેરના ત્રણ પરીક્ષા કેન્દ્રો ૧ ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઈસ્કુલ ૨ શેઠ એમ.સી.મહેતા હાઈસ્કુલ ૩ નવજ્યોત વિદ્યાલય દામનગર ત્રણ પરિક્ષા કેન્દ્રો પર એક હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે સવારથી સ્કુલો બહાર વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા ખુબ મોટી સંખ્યામાં શુભેચ્છકો વાલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભારે ઉત્સાહ દર્શાવતા વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરતા શુભેચ્છકો અગ્રણીઓ દ્વારા છાત્રોને વિજયોત્સવના આર્શિવાદ પાઠવ્યા હતા.