ગાયબ વૃષ્ટિ કેસ : મોબાઈલ લોકેશન મહેસાણા મળતા તપાસ શરૂ, ટીમ રવાના

643

ગાયબ વૃષ્ટિ કેસમાં પોલીસને મહત્વની કડી હાથ લાગી છે. બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન દ્વારા આ મામલે ટિ્‌વટ કરી ગાયબ વૃષ્ટિને શોધવા અપીલ કરાતાં પોલીસ હરકતમાં આવી હતી અને સોશિયલ મીડિયામાં આ મામલો ટ્રેન્ડ થયો હતો. જેના બાદ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પ્રાથમિક તપાસમાં પોલીસને આ કેસમાં મહત્વની કડી હાથ લાગી છે. પોલીસે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી વિગતો આપતાં કહ્યું હતું કે, મિસિંગ વૃષ્ટિ અને શિવમ મહેસાણા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

બી ડિવિઝન એસીપી એલ બી ઝાલાએ આ અંગે વિગત આપતાં કહ્યું કે, હાલમાં આ બંનેના ફોન બંધ આવે છે. પરંતુ સોશિયલ મીડિયા પરથી એવું લાગી રહ્યું છે કે તેઓ મહેસાણા હોઇ શકે છે. યુવતીનો ફોન મહેસાણામાં ટ્રેસ થયો છે. ત્યારે એક ટીમ મહેસાણા જવા રવાના થઈ છે. આ દિશામાં તપાસ ચાલુ છે. પોલીસે જણાવ્યું કે, નોંધાયેલી ફરિયાદને આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. નવરંગપુરા પોલીસ સ્ટેશનની બેથી ત્રણ ટીમ સમગ્ર કેસની તપાસમાં લાગી ગઈ છે. સમગ્ર કેસની તપાસમાં પીએસઆઈ કેસના અધિકારીઓ સામેલ છે.

આ કેસની ગંભીરતાને ઘ્યાનમાં રાખી પોલીસ કમિશનર એ.કે. સિંઘે ટૅકનિકલ મદદ માટે ક્રાઇમ બ્રાન્ચને તપાસમાં જોડાવા સૂચના આપી છે. પોલીસના મતે વહેલીતકે ગુમ યુવતીની ભાળ મળી જશે. આ મામલે બી. ડિવિઝનના એસીપી એલ.બી. ઝાલાએ જણાવ્યું કે ’યુવતી મુંબઈ રહેતી હતી એટલે સોહા અલી ખાન સાથે સંબંધો હોવાની શક્યતા હતી. પ્રાથમિક માહિતી મુજબ વૃષ્ટી અને શિવમ બંને એકબીજાના પરિચયયમાં જ હતા. બંને વ્યક્તિીના મિસિંગની તપાસ શરૂ છે. પ્રાથમિક તપાસમાં જે વિગત મુજબ ૩૦મી તારીખે માતાપિતા પોર્ટુગલ ગયા હતા. એ સમયે વૃષ્ટીએ ડ્રાઇવરને બોલાવ્યો હતો. વૃષ્ટીએ ત્યારે ડ્રાઇવરને ફોન કરી થલતેજ બોલાવ્યો હતો અને શિવમના ઘરે મૂકી જવા જણાવ્યું હતું. છોકરીના મોબાઇલનું છેલ્લું લોકેશન સી.જી. રોડનું મળ્યું છે. બંને કર્ણાવતી ઇન્સ્ટિટ્યૂટમાં સાથે ભણતા હતા. ભોગ બનનારના માતાએ અમને જણાવ્યું કે યુવતીના ઇનસ્ટાગ્રામ ઍકાઉન્ટ પરથી જાણવા મળ્યું કે તે છેલ્લે મહેસાણા હતી.’

Previous articleશરીર સુખ માણવા બોલાવીને મહિલાએ કાપડના દલાલને ખંખેરી લીધો
Next article૧૩માં માળેથી કુદેલી મહિલા વૃદ્ધ પર પડી, બંનેનાં મોત નીપજ્યાં