તારીખ ૪થી ઓક્ટોબર ૧૮૫૭એ કચ્છના માંડવી ખાતે જન્મેલા કે જેઓએ પોતાના બધા પૈસા, સમય, શિષ્યવૃત્તિ અને સાહિત્યિક શક્તિ ભારતમાતાને નિસ્વાર્થ ભાવે સમર્પિત કરી જીવનભર જન્મભૂમિને અંગ્રેજોથી મુક્ત કરવા સેવા આપી હતી અને જેમના અસ્થિઓને વર્ષ ૨૦૦૩માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વિટ્ઝરલેન્ડથી જન્મભૂમિ પરત લાવ્યા હતા તેવા ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની ૧૬૩મી જન્મજયંતિ નિમિત્તે વિધાનસભાના સચિવ ડી.એમ.પટેલ દ્વારા વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે વિધાનસભાના અધિકારી અને કર્મચારીઓએ ઉપસ્થિત રહી રાજ્યની ભાવિ પેઢી માટે માર્ગદર્શક અને પ્રેરણાદાયી બની રહેનાર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના તૈલચિત્રને પુષ્પ અર્પણ કરી તેમના જીવનના આઝાદી કાળના પ્રેરણાદાયક સંસ્મરણો યાદ કર્યા હતા.