ગુજરાત યુનિવસિર્ટીમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા. રોજગાર મેળો સવારે શરૂ થયા બાદ સાંજ સુધી ચાલ્યો હતો. રોજગાર મેળામાં સાંજ સુધી ઈન્ટરવ્યૂ ચાલ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીમાં આજે તારીખ ૪ ઓક્ટોબર, ૨૦૧૯ના શુક્રવારના દિવસે રોજગાર મેળો યોજાયો હતો.
આ જોબફેર એ ગુજરાત યુનિવર્સિટી પ્લેસમેન્ટ સેલ અને શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર, તેમજ રોજગાર અને તાલીમ નિયામક કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત મદદનીશ નિયામકની કચેરીમાં સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ રોજગાર મેળાનો કાર્યક્રમ સવારે ૯.૩૦ કલાકે ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે રજીસ્ટ્રેશનથી શરૂ થયો હતો. આ રોજગાર મેળામાં સાંજે ૫.૦૦ સુધી ઈન્ટરવ્યૂ યોજાયા હતા. આ રોજગાર મેળાનાં કાર્યક્રમમાં ઉદ્ધાટક અને પ્રમુખ માનનીય મુખ્ય સચિવ ડા. જેએન સિંઘ હતા. તેઓની પ્રેરક ઉપસ્થિતિ અને પ્રેરણાત્મક માર્ગદર્શનનો લાભ નોકરી વાન્છુક યુવાનોને મળ્યો હતો.
મુખ્ય મહેમાન તરીકે અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા, શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર હતા. તેઓના ઉત્સાહજનક ઉદબોધન અને કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ ડા. વિક્રાંત પાંડેના પ્રોત્સાહન માર્ગદર્શનથી રોજગાર મેળામાં આવેલા ઉમેદવાર યુવાનોને દિશાદર્શન મળ્યું હતું.
અતિથી વિશેષ તરીકે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડા. હિમાંશુ પંડ્યા કે જેમણે આ કાર્યક્રમના આયોજન દરમિયાન સતત માર્ગદર્શન પુરુ પાડ્યું અને વિદ્યાર્થીઓને રોજગારી મળી શકે એ માટે એક માધ્યમ એક પ્લેટફોર્મ પુરુ પાડ્યું અને ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ડા. જગદીશ ભાવસારના સતત માર્ગદર્શનથી આજનો આ રોજગાર મેળો યોજાઈ શકાયો હતો. ગુજરાત યુનિવર્સિટી તરફથી કાર્યક્રમનું આયોજન ગુજરાત યુનિવર્સિટીના પ્લેસમેન્ટ ઓફીસર અને ગુજરાત યુનિવર્સિટી પ્લેસમેન્ટ જીયુપીસીના કોઓર્ડીનેટર અને મેમ્બરે સેક્રેટરી ડા. કિંજલ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું અને તેમણે વિદ્યાર્થીઓને રીઝયુમ વેટીંગનું માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. સ્થળ ઉપર જ હજારો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ઉમેદવારોએ નોકરી મેળવવા માટે ખાસ રસ દર્શાવ્યો હતો. રોજગાર મેળાની સફળ રીતે આયોજન કરાયું હતું.