ભારતમાં કડી ખાતે સૌપ્રથમ ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ

405

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ મહેસાણાના કડીમાં જહોન્સન-હિટાચી એર કન્ડીશનીંગના ભારતમાં સૌપ્રથમ ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરાવતાં ગૌરવ સહ જણાવ્યું કે, પ્રધાનમંત્રીના ‘‘મેઇક ઇન ઇન્ડીયા’’ સંકલ્પને કડીના આ સેન્ટરમાં ભારતીય-ગુજરાતી ઇજનેરો વિદેશી ટેકનોલોજીના જ્ઞાનવર્ધનથી સાકાર કરવાના છે.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને સાંસદ  શારદાબહેન, જૂગલજી ઠાકોર અને આમંત્રિતોની ઉપસ્થિતીમાં મુખ્યમંત્રીશ્રીએ ૧પ૭ કરોડ રૂપિયાના રોકાણથી આરંભાયેલા આ ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના તેમના મુખ્યમંત્રી કાળ દરમ્યાના વિશ્વમાં જે કાંઇ શ્રેષ્ઠ છે તે બધું ગુજરાતની ધરતી ઉપર ઉતારવાની અને ગુજરાતને દેશના વિકાસનું રોલ મોડેલ બનાવવાની સંકલ્પબદ્ધતા આ સરકારે પણ સાકાર કરી છે. હવે, વર્લ્ડકલાસ ગુણવત્તા અને પ્રતિષ્ઠા ધરાવતી હિટાચીનું આ ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટર આવનારા દિવસોમાં ગુજરાતના યુવાનોને જોબ ગીવર બનાવશે અને ઇજનેરી-તકનીકી કૌશલ્યવર્ધનને નવી દિશા આપશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ, ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ અને લોજિસ્ટીકસ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપરાંત ૧૬૦૦ કિ.મી. સમુદ્ર કિનારાની જાહોજલાલી લોથલ-ખંભાતના બંદરોની સદીઓ જૂની જાહોજલાલી જેવી થાય તે માટે પોર્ટ પોલિસી, સ્જીસ્ઈ એકમોને સોલાર એનર્જી ઉત્પાદન માટે વિશેષ રાહતો સહિતના ઔદ્યોગિક મૈત્રીપૂર્ણ અભિગમની વિશદ ભૂમિકા આપી હતી. મુખ્યમંત્રીએ સાણંદ, વિઠલાપૂર, બેચરાજી કડી સહિતના સમગ્ર પટ્ટામાં મેન્યુફેકચરીંગ એકમો ઊદ્યોગો ધમધમતા થયા છે અને યુવાનોને રોજગારીના મોટાપાયે અવસર મળ્યા છે તેનું શ્રેય પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇની પ્રેરણાથી શરૂ થયેલી વાયબ્રન્ટ સમિટને આપ્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાત ઔધોગિક ક્ષેત્રે પ્રગતિ હાંસલ કરી રહ્યું છે. ૨૭૫ જેટલી જી.આઇ.ડી.સી થકી ઔધોગિક ક્ષેત્રે ક્રાંતિ આવી છે અને વિવિધ ઉત્પાદન ક્ષેત્રમાં ગુજરાત હબ બની રહ્યું છે.  તેમણે કહ્યું કે નાણાંમંત્રી નિર્મલા સિતારમને નવીન રોકાણ માટે  કોર્પોરેટ ટેક્ષ ૩૧ ટકાથી ઘટાડી ૧૫ ટકા કરી નવીન તકો ઉભી કરી છે જેના થકી દેશ અને રાજ્યમાં નવીન રોકાણો થવાના છે.

Previous articleરોજગાર મેળા ખાતે મોટી સંખ્યામાં યુવાનો ઉમટ્યા
Next articleકબડ્ડી સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજ ચેમ્પિયન