ધારી ખાતે બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ

849
guj1332018-9.jpg

અમરેલી જિલ્લાના ધારી તાલુકા સ્થિત વી.પી.જી. ગર્લ્સ હાઈસ્કુલ પરીક્ષા કેન્દ્ર ખાતે આજે શાળાના ઈન્ચાર્જ આચાર્ય જે.જે. હરીયાણી દ્વારા દરેક પરીક્ષાર્થીઓને કુમ કુમ તિલક તેમજ મોઢા મીઠા કરાવીને આવકાર્યા હતા. આજે ધો.૧૦માં કુલ પપ૪ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ નોંધાયા હતા. તેમાંથી પ૪૪ વિદ્યાર્થીઓ હાજર હતા અને ૧૦ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. ધારી પોલીસ તથા હોમગાર્ડના જવાન ખડેપગે તૈનાત હતા.

Previous articleબાબરામાં પોલિયો રવિવારની ઉજવણી
Next articleજાફરાબાદ ખાતે પરીક્ષાર્થીઓનું સ્વાગત