ભાવનગર શહેરમાં ચિત્રા-ઃુલસર વિસ્તારમાં આવેલ કીડઝ વર્લ્ડ પ્રે સ્કુલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી નિમિત્તે નવદુર્ગાના વિવિધ સ્વરૂપોનું આયોજન કરાયું હતું. જેમાં સ્કુલની નાની બાળાઓ દ્વારા વિવિધ માતાજીના સ્વરૂપો બનીને નવરાત્રીની ઉજવણી કરાઈ હતી. અને શાળાના પંટાગણમાં નવરાત્રીને લઈ દાંડીયારાસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્કુલના આર્ચાય, શિક્ષકો દ્વારા આ આયોજનમાં સારી જહેમતઉઠાવી હતી.