શહેરમાં નવરાત્રી મહોત્સવની આસ્થા અને ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. ખેલૈયાઓ મનમુકીને રાસગરબાની રમઝટ બોલાવી રહ્યા છે.ત્યારે શહેરનાં વિવિધ વિસ્તારોમાં શેરી ગરબા અને દાડીયારાસનાં કાર્યક્રમો પણ ભારે આકર્ષણ જમાવી રહ્યા છે. સાઈબાબા મંદિર ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન થયું છે. જયાં બહેનો રાસ-ગરબા રમવા આવી રહી છે. અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શિસ્તબધ્ધ રીતે રાસ-ગરબાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. વિસ્તારની બહેનો ચણીયાચોળી સહિત પરંપરાગત પોષાકમાં સજી ધજીને દાંડીયારાસની રમઝટ બોલાવી રહ્યા છે. અહીં દાતાઓના સહયોગથી બહેનોને ઈનામોની લ્હાણી પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત શહેરમાં વિવિધ સ્થળોએ શેરી ગરબા આકર્ષણ જમાવી રહ્યા છે. હવે નવરાત્રીના માત્ર ચાર દિવસ બાકી રહ્યા હોય હોય ખૈલાયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંઈબાના મંદિર ખાતે ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂ, કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી લાલભા ગોહિલ, યુવા કોંગ્સ પ્રમુખ જયદેવસિંહ ગોહિલ, નિલેષ ધાપા સહિતના મહાનુભાવો હાજર રહી બહેનોને પ્રોત્સાહિત કરી હતી.