શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલ સરીતા સોસાયટીના નાકે મહાદેવ પાન એન્ડ કોલ્ડ્રીંક નામની દુકાનમા ંગત રાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા અને રોકડ સહિતનો મુદ્દામાલ ઉઠાવી નાસીછુટ્યાહતા.બનાવઅંગેજાણ થતા બોરતળાવ પો.સ્ટે.નો કાફલો ઘટનાસ્થળે દોડી ગય હતો. હાલમાં નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે અને મોડી રાત્રી સુધી રસ્તાઓ ધમધમતા હોય છે છતા તસ્કરો પોલીસની નજર ચુકવી હાથફેરો કરી રહ્યા છે. જેમાં શહેરના હાઈ-વે ગણાતા એવા બોરતળાવ નજીકના સરીતા સોસાયટીના નાકે મહાદેવ પાન એન્ડ કોલ્ડ્રીંક નામની દુકાનમા ંગત રાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા. દુકાનની પાછળના ભાગે બાકોરૂ પાડી અંદર પ્રવેશી દુકાનમાં રહેલ રોકડ રકમ તેમજ સોપારી સીગારેટ સહિતનો મુદ્દામાલ ચોરી કરી નાસી છુટ્યા હતા. આ બનાવ અંગે દુકાનના માલીક ધર્મેન્દ્ર પરમારને જાણ થતા તેઓએ તુરત જ પોલીસને જાણ કરતા બોરતળાવ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયેલ અને ગુન્હો નોંધી તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.