બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા મુસાફરોનાં જીવ તાળવે ચોંટયા

355

વડોદરા શહેરના અક્ષર ચોક બ્રિજ ઉપર શહેરમાં સેવા પૂરી પાડતી વીટકોસ બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદભાગ્યે બસમાં સવાર કોઇ મુસાફરોને કોઇ જાનહાની થઇ નથી. પરંતુ, ટેન્કર ધડાકાભેર બસ સાથે ભટકાતા બસમાં સવાર મુસાફરોના જીવ એક તબક્કે તાળવે ચોંટી ગયા હતા.

શહેરના અક્ષર ચોકથી અટલાદરાને જોડતા બ્રિજ ઉપરથી મુસાફરોને લઇ અક્ષર ચોકથી ભાયલી તરફ સીટી બસ જઇ રહી હતી. દરમિયાન બ્રિજ ઉપરથી પસાર થઇ રહેલા ટેન્કર સાથે અકસ્માત સર્જાયો હતો. મુસાફરો સવાર બસ સાથે ટેન્કર ધડાકાભેર ભટકાતાની સાથેજ બસમાં સવાર મુસાફરો ચીસ પાડી ઉઠ્યા હતા. સદભાગ્યે મુસાફરોને કોઇ ઇજા પહોંચી નથી. પરંતુ, મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. અકસ્માત સર્જાતાજ ટેન્કર ચાલક ટેન્કર સ્થળ પર મુકીને ફરાર થઇ ગયો હતો. બીજી બાજુ બસમાં સવાર મુસાફરોને નીચે ઉતારી બીજી બસમાં મોકલી આપવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે બ્રિજ ઉપરનો વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. જોકે, આ બનાવની જાણ પોલીસને થતાં તુરત જ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને રસ્તો ખુલ્લો કરાવવાની તજવીજ હાથ ધરી હતી.

Previous articleમીઠાઇ ફરસાણની ૨૮ દુકાનો પર આરોગ્ય વિભાગનાં દરોડા
Next articleદૂષિત અને અપુરતા પાણીના મુદ્દે મહિલાઓએ ઝોન ઓફિસમાં માટલા ફોડ્યા વિરોધ નોંધાવ્યો