ખેલૈયાઓ માટે માઠા સમાચાર… અમદાવાદમાં ધીમી ધારે વરસાદ શરૂ

462

રાજ્યમાં મેઘરાદાએ વિરામ લીધા બાદ પણ અવારનવાર પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડી અવિરત પડી રહ્યો છે. ગુજરાતમાં મેઘો થંભવાનું નામ નથી લઇ રહ્યો ત્યારે નવરાત્રીમાં પણ ખેલૈયાઓને મુશ્કેલી પડી રહી છે, ત્યાં જ જગતનો તાત પણ પાયમાલ થઇ રહ્યો છે. અવિરત વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુક્સાન થઇ રહ્યું છે. જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

નવરાત્રીના શરૂઆતનાં ત્રણ દિવસ વરસાદ પડ્યો હતો જેના કારણે રાજ્યના મોટા ભાગના શહેરોમાં નવરાત્રી થઇ શકી ન હતી અને અમદાવાદની કેટલીક નામચીન ક્લબોએ તો ગરબાની રમઝટને અટકાવી દીધી હતી અને ગરબાનો કાર્યક્રમ કેન્સલ પણ કરી દીધો હતો.

હાલમાં પણ શહેરના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. થલતેજ, સેટેલાઈટ, વસ્ત્રાપુરમાં વરસાદ પડી રહ્યો છે. બોપલ, સરખેજ, નહેરૂનગરમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યાં જ ચાંદલોડિયા, ગોતા અને ઘાટલોડિયા તથા મેમનગર, ગુરૂકુળ, સોલામાં, સાબરમતી, રાણીપમાં વરસાદ વરસી રહ્યો છે. મણિનગર, ઈસનપુર, હાટકેશ્વરમાં ભારે વરસાદ છેમહત્ત્વનું છે કે, રાજ્યમાં છેલ્લા પચાસ વર્ષમાં પડતા વરસાદની સરેરાશ પ્રમાણે ૮૧૬ મીમી એટલે કે, ૩૩ ઈંચ જેટલો વરસાદ પડતો હોવાની સરેરાશ નક્કી કરવામાં આવેલી છે. જેની સામે આ વખતે ૪૬ ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. છેલ્લા ત્રીસ વર્ષમાં આ વખતે ચોથા નંબરનો સૌથી વધુ વરસાદ પડયો છે. વર્ષ-૧૯૯૪માં સૌથી વધુ ૪૯.૮૦ ઈંચ ત્યાર પછી વર્ષ-૨૦૦૬માં ૪૮.૯૨ ઈંચ, વર્ષ-૨૦૧૩માં ૪૭ ઈંચ વરસાદ પડયો હતો.

Previous articleવૃષ્ટિ-શિવમ કાલુપુર રેલવે સ્ટેશનના CCTVમાં કેદ, એમપી કે રાજસ્થાન ગયા હોવાની શંકા
Next articleખુલ્લા પ્લોટમાં ગંદકી મામલે રહીશોનાં હલ્લાબોલ બાદ એએમસી કરશે કાર્યવાહી