મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના હિરવાણી ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઊજવણી ૪૦૦૦ યુવાનોએ મીણબતી પ્રગટાવીને કરી હતી. જેમાં ૧૫૦૦થી વધુ બાળકો પણ જોડાયા હતા. કાર્યક્રમના આયોજક સરદારભાઈ ચૌધરીએ જણાવ્યું કે ગામની દાંતોર વિદ્યામંદિરમાં રવિવારે ૧૭મી સપ્ટેમ્બરે વડાપ્રધાનના જન્મ દિવસની કંઈક અલગ રીતે ઊજવવાનું નકકી કરાયું હતું. ગામલોકો, અગ્રણીઓ અને મિત્રોના સહયોગથી શાળા પરિસરમાં ૪૦૦૦ મીણબત્તી પ્રગટાવી અલગ-અલગ ડ્રેસ પહેરી માનવરચિત હેપ્પી બર્થે ડે પીએમ લોગો ફોરમેશન બનાવાયું હતું. આ પ્રસંગે ૬૮ વિધવા અને ૬૮ દિવ્યાંગોનું સન્માન પણ કરાયું હતું. ૮૦૦ ચોરસફૂટ જગ્યામાં મંચ તૈયાર કરાયો હતો.