રાજુલા તાલુકાના મહાકાય રીલાયન્સ ડીફેન્સ કંપનીએ કોન્ટ્રાક્ટરોના કરોડો રૂપિયા ન ચુકવાતા કર્યો ગેટ પર ચક્કાજામ કંપની તરફી પોલીસ તંત્રએ આંદોલન નેતા પ્રવિણ રામ સહિત ૩પની કરી ધરપકડ સાથે પોલીસ દમનથી રોષ ફેલાયો છે.
રાજુલા તાલુકાની મહાકાય રીલાયન્સ ડીફેન્સ કંપનીએ કોન્ટ્રાક્ટરોને આપેલ કામના નાણા લેબર વર્ગને દર મહિને ચુકવાયા પણ કોન્ટ્રાક્ટરોના કરોડો રૂપિયા કંપની તરફથી ન ચુકવાતા અનેકવાર રજૂઆતો છતાં એક પણ રૂપિયો કંપનીએ ન ચુકવાતા કોન્ટ્રાક્ટરોને મોત વહાલુ કરવાનો સમય આવ્યો. અગાઉ પણ રાજુલાના ગજેન્દ્રસિંહ પરમારે આ કંપનીના ગેટ પાસે આત્મવિલોપનનો પ્રયાસ કરેલ તેમ છતાં કંપનીના માલિકનું દુનિયાભરમાં રીલાયન્સ કંપનીને બટ્ટો બેસાડતા કંપનીના અધિકારીઓ આજે કંપનીના દરેક ગેટ ઉપર કરોડો રૂપિયાના બાકીદારોએ ગુજરાત જન અધિકાર મંચના પ્રમુખ પ્રવિણ રામની આગેવાનીમાં કર્યો ચક્કાજામ પણ કંપનીએ જોહુકમી અને રૂપિયાના જોરે પોલીસ પાસે પોલીસ દમન કરાવી પ્રવિણ રામ સહિત ૩પ બાકીદારોની ધરપકડ થતા મામલો બિચકાયો. બાકીદારો લડી લેવાના મુડમાં આ વાત વાયુવેગે પ્રસરી જતા ખળભળાટ મચી ગયો છે.