નવરાત્રીમાં પર્યાવરણ જતનનો સંદેશો… વૃક્ષ રોપી મહિલાઓ તેની ફરતે ગરબે ઘૂમી

425

સમગ્ર વિશ્વ જ્યારે ગ્લૉબલ વૉર્મિંગનો ભોગ બન્યું છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનીની પર્યાવરણ બચાવવાની પહેલના સમર્થનમાં સુરેન્દ્રનગર જિલ્લાની લોકપ્રિય અલકાપુરી મિત્રમંડળની ગરબીમાં આ વખતે નવતર પ્રયોગ કરાયો હતો. અલકાપુરી ગરબાના આયોજકોએ ગરબા મેદાનમાં ગરબીના સ્થાને વૃક્ષ રોપ્યુ હતું. રાત્રે મહિલાઓએ રોપેલા છોડ ફરતે ગરબા લઈને સમગ્ર દેશને પર્યાવરણનું જતન કરવાનો સંદેશો આપ્યો છે.

સુરેન્દ્રનગરની મધ્યમાં આવેલા વિશાલગ્રાઉન્ડ અલકાપુરી મિત્ર મંડળ દ્વારા આ વર્ષે માતાજીનો નવરાત્રી મહોત્સવ યોજાયો જેમાં ગરબે ઘૂમવા માટે મહિલાઓ ઉપટી પડી હતી. અલકાપુરી મિત્રમંડળ ગરબાના આયોજક ભુપેન્દ્ર શાહે જણાવ્યું કે ’અહીંયા છેલ્લા બે દાયકાથી ફક્ત મહિલાઓ માટેની નવરાત્રી યોજાય છે. આ વર્ષે અમે આ નવરાત્રી મહોત્સવમાં એક વૃક્ષ રોપ્યું છે. વડાપ્રધાન મોદીના પર્યાવરણ અભિયાન અંતર્ગત અમે લોકોને સંદેશો આપવા માંગીએ છીએ કે વૃક્ષો વાવો અને તેનું જતન કરો. આજે અમે રોપેલું આ છોડ વૃક્ષ ન બને ત્યાં સુધી તેની કાળજી લઈશું અને જતન કરીશું.’અલકાપુરી મિત્રમંડળ નવરાત્રીના સહઆયોજક તારાચંદ કેલાએ જણાવ્યું કે ’આ કાર્યક્રમ ફક્ત મહિલાઓ માટે જ છે. અહીંયા સુરેન્દ્રનગર, વઢવાણ, તેમજ આસપાસના વિસ્તારોના સામાન્ય માણસથી લઈને ઉદ્યોગપતિના પરિવારની મહિલાઓ ગરબે ઘૂમે છે. અમે આ વૃક્ષ વાવીને નવી પહેલ કરી છે.

Previous articleબાયપાસ પર પડેલા ’સરકારી ખાડા’ઓમાં સૂઈને લોકોનું તંત્ર સામે વિરોધ પ્રદર્શનહતો.
Next articleએકને બાદ કરતા બધા સાથે ભારતના મજબૂત સંબંધો છે