તહેવારની સિઝનમાં ગ્રાહકો સુધી બેંકો પહોંચવામાં સફળ

367

ખાનગી અને સરકારી બેંકો, નાણાંકીય સંસ્થાઓ તમામ એક થઇને ગ્રાહકો સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે. મોટાભાગની બેંકોનો હેતુ સામાન્ય લોકોને સુવિધા આપવાનો રહેલો છે. શહેરમાં ગ્રાહકો સુધી પહોંચો નામથી કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં કેન્દ્રીય કૃષિમંત્રી પુરુષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. રૂપાલાએ કહ્યું હતું કે, દસેરાજ ઘોટુ દોટવું જોઇએ તે કહેવત હાલના તહેવારના સંજોગોમાં સાર્થક થઇ છે. દેશમાં અને દુનિયાંમાં આર્થિક મંદી હોવાનું ચર્ચાઇ રહ્યું છે ત્યારે પરિસ્થિતિને પહોચી વળવા માટે તેમાં સરકારી, ખાનગી, એનબીએફસી,સીડબી, નાબાર્ડ સહિતની તમામ નાંણાકીય સંસ્થાઓ અને ગ્રાહકો આગળ આવી રહ્યા છે. કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર ચર્ચા થઇ હતી. અમદાવાદ કોર્પોરેશન બેંક દ્વારા પંડિત દિનદયાલ હોલ ખાતે તા.૪ અને પ એમ બે દિવસ ગ્રાહકો સુઘી પહોચો એટલે કે કસ્ટમર આઉટરીચ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરોકત બે દિવસના આ કાર્યક્રમની વિશષતા એ હતી કે સામાન્ય રીતે સરકારી બેંકો અને ખાનગી બેકે તથા ખાનગી નાણાંકીય સંસ્થાઓ જેવી કે ઇન્ડિયા બુલ્સ, ડીએચએફએલ, એચડીએફસી કે જે એનબીએફસી તરીકે ઓળખાય છે તે તમામને એક મંચ પર લાવવામાં આવી રહ્યા છે. આ બે દિવસના કાર્યક્રમમાં તમામ બેંકોના અઘિકારીઓ ઉપરાંત તેમની બેંકના એવા ગ્રાહકો કે જમની અરજીને મંજુરી મળી નથી અને તેમના કેટલાક સમાન્ય પ્રશ્નો છે જેની ચર્ચા કરવાની  અને વ્યવહારુ ઉકેલ લાવવા પ્રયાસ કરવાનો છે. આ કાર્યક્રમ એ લોન મેળા સાથે સાંકળી શકાય નહી તેમ જણાવી કોર્પોરેશન બેંકના સર્કલ જનરલ  મેનેજર એમ.વી.બાલાસુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, બેંકો સાથે કામ કરવામાં લોકોમાં એવી માન્યતા છે કે માત્ર  ગ્રાહકોને જ સમસ્યા હોય છે પરંતુ એવું નથી બેકને પણ તેમની સમસ્યા હોય છે.

તે પણ ગ્રાહકોને સમજવું જોઇએ અમારે કેટલાક નિયમો પણ પાળવાના હોય છે. બેન્નેની સમસ્યા એક મંચ પર બેસીને તેનો વ્યહાવારુ ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યા હતા.

Previous articleભારત-બાંગ્લાદેશ વચ્ચે જળ, શિક્ષણ સહિત ૭ કરાર
Next articleજયરાજસિંહનું ફરીવખત પત્તુ કપાતાં સમર્થકો ભારે લાલઘૂમ