ગુજરાતમાં છ વિધાનસભા સીટ પર ૨૧મી ઓક્ટોબરના દિવસે યોજાનાર પેટાચૂંટણીને લઇને તૈયારી ચરમસીમા પર પહોંચી ચુકી છે. સામાન્ય રીતે તો ગુજરાતમાં હમેંશા કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે જ સીધી સ્પર્ધા રહે છે. જો કે આ વખતે ત્રિકોણીય સ્પર્ધા હોવાનુ જાણવા મળ્યુ છે. છ સીટો પર ત્રિકોણીય જંગ ખેલાનાર છે. એનસીપી દ્વારા તમામ સીટો પર પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી દીધા બાદ હવે ચૂંટણી ત્રિકોણીય બની રહી છે. નામ પરત લેવાની અવધિ પૂર્ણ થઇ ગયા બાદ હવે ચિત્ર વધારે સ્પષ્ટ થઇ ગયુ છે. ચૂંટણી મેદાનમાં કુલ ૪૨ ઉમેદવારો રહ્યા છે. સૌથી વધારે ૧૧ ઉમેદવારો અમરાઇવાડી વિધાનસભામાં રહેલા છે. જ્યારે રાધનપુર વિધાનસભામાં કુલ ૧૦ ઉમેદવારો વચ્ચે સીધી સ્પર્ધા જોવા મળી રહી છે. ખરાદ અને બાયડમાં સાત સાત ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થનાર છે. જ્યારે ખેરાલુમાં ચાર અને લુણાવડામાં સૌથી ઓછા ત્રણ ઉમેદવારો મેદાનમાં છે. આ સીટો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છે. જે પૈકી પાંચ ગ્રામીણ અને એક શહેરી સીટ છે. આ તમામ સીટો પર ૨૧મી ઓક્ટોબરના દિવસે મતદાન થનાર છે અને ૨૪મી ઓક્ટોબરના દિવસે પરિણામ જાહેર કરવામાં આવનાર છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં વિકાસના મુદ્દા પર મેદાનમાં છે. તેમની પાસે ખેડુતો સાથે તેમના હિતોમાં લેવામાં આવેલા નિર્ણયો અને લોકો માટે કરવામાં આવેલા કામના રેકોર્ડ છે. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશ્વ મંચ પર ઉભી થઇ રહેલી લોકપ્રિયતા, કેન્દ્ર સરકારની કામગીરી તેમજ રાષ્ટ્રવાદના મુદા પર રહેલા છે.
બીજી બાજુ કોંગ્રેસની પાસે આર્થિક મંદી, ખેડુતોને યોગ્ય ભાવ ન મળવાની બાબત અને અન્ય મુદ્દા છે. જેમાં બેરોજગારી પણ મુખ્ય મુદ્દો છે. કાયદો અને ન્યાયની વ્યવસ્થા, ટ્રાફિકના કઠોર નિર્ણયો અને અન્ય મુદ્દા પણ તેમની પાસે રહેલા છે. પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાની ગુજરાત એનસીપી પણ ભાજપ સરકાર દ્વારા લાગુ કરવામા ંઆવેલા ટ્રાફિકના કઠોર નિર્ણયોને લઇને સરકારને ભીંસમાં લેવા માટે ઇચ્છુક છે. આર્થિક મંદી અને અન્ય મંદ્દા ભારતીય જનતા પાર્ટીને હેરાન કરી શકે છે. જુના ગઢ મહાનગર પાલિકામાં કોંગ્રેસને દુર કરીને વિરોધ પક્ષનો દરજ્જો મેળવનાર એનસીપી આ વખતે તમામ સીટો પર ચૂંટણી લડી રહી છે. છેલ્લી ચૂંટણીમાં ખેરાલુ, થરાદ અને અમરાઇવાડીમાં ભાજપે જીત મેળવી હતી. લુણાવાડીની સીટ પર અપક્ષે જીત મેળવી હતી. જે સીટ પર અંતે ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પાટણ જિલ્લાની રાધનપુર સીટ પર ભાજપના અલ્પેશ ઠાકોરની ટક્કર કોંગ્રેસના રઘુ દેસાઇ સામે થનાર છે. હવે આ જંગમાં એનસીપાના પુજા રબારી પણ જોડાઇ ગયા છે. અરવલ્લી જિલ્લાની બાયડ સીટમાં ઝાલાની સામે કોંગ્રેસના જશુ પટેલ તેમજ એનસીપીના દૌલત સિંહ ચૌહાણ પણ મેદાનમાં છે.