ભાવનગર રોટરેકટ કલબ અને રેલ્વે વિભાગ દ્વારા સ્વચ્છતા માટે કાપડની થેલીનું વિતરણ

360

રોટરેકટ કલબ ઓફ ભાવનગર યુથ અને ભાવનગર રેલ્વે વિભાગના રોટેરેકટ કલબ દ્વારા સ્વચ્છતા સપ્તાહની સામુહિક ઉજવણી કરવામાં આવી છે. જેમાં રોટરેકટ કલબ, રેલ્વેના અધિકારીઓ અને કાર્યકરોના તમામ સભ્યો, સ્ટેશનો તરફ જતા તમામ રસ્તાઓ, રેલ્વે ટ્રેક અને કોચિંગ ડેપોની સફાઈ કરી અને તેઓ પ્લાસ્ટીકનો કચરો એકત્રિત કરી. અન્ય કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો અને યોગ્ય સ્થાનો પર નિકાલ કરવામાં આવ્યો હતો. બાદમાં ગાંધીજી શૈલીને અનુસરીને, સભ્યો સ્ટેશન પરના લોકો પાસે ગયા અનેત ેમને પ્લાસ્ટિકનો ઉપયોગ કેમ ન કરવો તે સમજાવ્યું અને ત્યારબાદ તેમની કાપડની થેેલી આપી. રેલ્વે અધિકારીઓ અને રોટેકટ ડીસ્ટ્રીક ઓફિસર પ્રતિક પટેલ અને પાર્થ દવે ઉમદા હેતુથી આ ઘટનાનો સહભાગી બનીયા હતાં.

Previous articleરાણપુરમાં ધી.જન્મભૂમિ હાઇસ્કુલ ખાતે ગરબા મહોત્સવ ઉજવાયો
Next articleઆજે આઠમ : મંદિરોમાં હોમ હવનો, ખાસ પૂજાનું આયોજન