બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ હેત વિદ્યાલય દ્વારા આજરોજ સાતમાં નોરતાના દિવસે હેત વિદ્યાલયના કોચીંગ કેંમ્પસમાં નવરાત્રીની ધામ-ધુમ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી.નવરાત્રી ઉત્સવના કાર્યક્રમમાં મંડપ ને અદભુત રીતે શણગારવામાં આવ્યો હતો.હેત વિદ્યાલયના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક સ્ટાફે ગુજરાતનો પરંપરાગત પહેરવેશ પહેરી રાસ ગરબે રમતા નજરે પડ્યા હતા.આ નવરાત્રીના કાર્યક્રમ ને નિહાળવા રાણપુર તથા આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવા બદલ હેત વિદ્યાલયના સંચાલક ચિરાગ ભટ્ટની ભારે પ્રશંસા કરવામાં આવી હતી.