વલ્લભીપુરના માલપરા ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમોને વલ્લભીપુર પોલીસ સ્ટાફે રેડ કરી રોકડ મત્તા સાથે ઝડપી લીધા હતા. પોલીસ અધિક્ષક પી.એલ.માલ તથા ના.પો.અધિ. પીરોજીયાએ દારૂ-જુગાર ની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવાની સુચના આપેલ હોય જે સુચના અન્વયે પી.એસ.આઇ. ટી.એસ. રીઝવીના માર્ગદર્શન હેઠળ મળેલ બાતમી આધારે પ્રો. પો.સબ.ઇન્સ. આર.એચ.બાર તથા સ્ટાફના એએસઆઈ એ.ડી.પંડ્યા, પો.કોન્સ. અમિતભાઇ મકવાણા તથા પો.કોન્સ. રાજવીરસિંહ જાડેજા વિ. મળેલ બાતમી હકીકત આધારે વલ્લભીપુરના માલપરા ગામે જાહેરમાં પૈસા પાના વતી તીન પત્તીનો હારજીતનો જુગાર રમતા લાલજીભાઇ મનજીભાઇ રાણેવાડીયા કોળી, વિશ્વરાજસિંહ રણજીતસિંહ ચુડાસમા દરબાર, મનસુખભાઇ વાલજીભાઇ સીતાપરા કોળી, અભેસંગભાઇ કહળશંગભાઇ સોલંકી રજપુત અને અશોકભાઇ મનજીભાઇ રાણેવાડીયા કોળી રહે. તમામ માલપરા ગામ તા. વલ્લભીપુરવાળા પાસેથી રોકડ રૂપીયા ૧૦,૦૩૦/- તથા જુગારના સાહીત્ય સાથે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા મુજબ ગુન્હો રજી. કરેલ.