માઈભક્તોનો સૌથી મોટો તહેવાર નવરાત્રી ગણાય છે. ત્યારે નવરાત્રી દરમ્યાન માઈ ભક્તો માતાજીની ભક્તિ અને આરાધનાંમાં વ્યસ્ત રહે છે. શહેરનાં વિવિધ વિસ્તારોમાં આજનાં દિવસે પણ નવરાત્રીમાં માતાજીની ગરબી કાઢીને ગરબા ગાવા તેમજ ભવાઈ વેરાની પરંપરા જળવાઈ રહી છે.આતાભાઈ ચોક, કાળુભા રોડ, હલુરીયા ચોક, રેલ્વે સ્ટેશન રોડ, કોળીયાક, કુંભારવાડા, ટેકરી ચોક સહિતનાં વિસ્તારમાં આજે પણ ગરબા તેમજ ભવાઈ વેરા ભજવવામાં આવે છે જેને જોવા વાળો પણ એક વર્ગ છે.