ભરતનગરના ભવાની માતા મંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો

514

ભરતનગર ખાતે આવેલ અતી પૌરાણીક એવા ભવાની મંદિર ખાતે ભવાની માતાના સાનિધ્યમાં માતાના નવરાત્રી પર્વની ભારે શ્રધ્ધા અને આસ્થા સાથે ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે ઉજવણી થઈ રહી છે ત્યારે આજે તા. પ-૧૦ને શનિવારના રોજ માતાજીના સાતમાં નોરતાએ સવારે ૯ થી ૧ વાગ્યા સુધી ભક્તી, શક્તી, શ્રધ્ધા અને સેવાના સમન્વયના ભાવ સાથે દર્દી દેવો ભવની ભાવના સાથે ભાવેણાવાસઅીની સેવામાં ભારતીય જનતા પાર્ટી, મહિલા મોરચો પીએનઆર સોસાયટી, ભાવનગર ખાતે સ્વર્ણીમ ઉર્જા ટ્રસ્ટ જીએસઈસીએલ વડોદરા તથા ભવાની ચેરીટેબલ ટ્રસ્ટ ભરતના સહયોગથી સફળ નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં  પી.એન.આર. સોસાયટીના ડો. પાલબેન અરોરા અને એમની ટીમ દ્વારાઆંખના પ૦૦ જેટલા દર્દીઓને વિનામુલ્યે તપાસી જરૂરીયાત મંદ દર્દીઓને વિના મુલ્યે દવા, ર૦૦થી વધુ બેતાળાના દર્દીઓને વીનામુલ્યે ચશ્મા વિતરણ અને તપાસના અંતે ૩૦ વધુ ઓપરેશનની જરૂરીયાત વાળા દર્દીઓને મફત ઓપરેશન માટે કેસ રીફર કરી મફત ઓપરેશન સહિતની સુવિધાઓ કરવામાં આવી હતી. આ નેત્ર નિદાન કેમ્પનું દિપ પ્રાગટય મેયર મનહરભાઈ કોરી, સાંસદ ભારતીબેન શિયાળ, મહામંત્રી રાજુભાઈ બાંભણીયા, વરિષ્ઠ આગેવાનો ગીરીશભાઈ શાહ, અમોહભાઈ શાહ, ચીમનભાઈ યાદવ, સ્ટે. ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, પી.એન.આર.ના જનરલ સેક્રેટરી પારસભાઈ શાહ, ટ્રેઝરર એચ.પી. રાખસીયા, મંત્રી કિરીટભાઈ રાઠોડ, પ્રવકતા આશુતોષ વ્યાસ, પી.આઈ. જાગૃતબેન ચાવડા, યુવા મોરચા પ્રમુખ કુલદિપસિંહ ચુડાસમા, નગરસેવક અનીલ ત્રિવ્દી, વોર્ડ પ્રમુખ મેરાભાઈ કસોટીયા, મહામંત્રી હરિભાઈ ધોરાજીયા, ઘનશ્યામભાઈ સોનાણી સહિતના મહાનુભાવોના વરદ હસ્ત્‌ કરવામાં આવ્યા બાદ ડો. પાયલબેન અરોરા, જીજ્ઞેશભાઈ પારેખ, કેતનભાઈ રૂપેરા અને તેમની ટીમ દ્વારા પ૦૦થી વધુ દર્દીઓને તપાસી જરૂરીયાત મંદ દર્દીઓને દવા, ચશ્મા અને ઓપરેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી.  કાર્યક્રમને સફળ બનાવવા ભારતીય જનતા પાર્ટી, મહિલા મોરચના અધ્યક્ષ દિવ્યાબેન વ્યાસના નેતૃત્વમાં મહામંત્રી બીદુબેન પરમાર, ઉર્મિલાબેન ભાલ, મલ્લીકાબેન આચાર્ય, કીર્તીબેન દાણીધારીયા, જલ્વીકાબેન ગોંડલિયા સહિત મહિલા મોર્ચનાની ટીમે જહેમત ઉઠાવી હતી.

Previous articleભાવનગરમાં નવરાત્રીના પર્વ નિમિત્તે ઠેર-ઠેર ભવાઈનું આયોજન
Next articleમાવતરના ગરબામાં વડિલોએ રાસની રમઝટ બોલાવી