ભારતના ટેનિસ ખેલાડી સુમિત નાગલે અહીં ચાલી રહેલી એટીપી ચેમ્પાનિસ ચેલેન્જર ટેનિસ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. સિંગલ વર્ગના સેમિફાઇનલમાં આર્જેન્ટીનાના ખેલાડી જુઆન બાબ્લો ફિકોવિચે નાગલને સીધા સેટમાં ૬-૪, ૬-૧થી પરાજય આપ્યો હતો. મેચના પ્રથમ સેટમાં નાગલનું પ્રદર્શન સારૂ રહ્યું અને તેણે આર્જેન્ટીનાના ખેલાડીને ટક્કર આપી હતી.
પરંતુ ફિકોવિચે અંતિમ ક્ષણોમાં શાનદાર ગ્રાઉન્ડ સ્ટ્રોક્સ લગાવ્યા અને સેટ જીતીને લીડ બનાવવામાં સફળ રહ્યો હતો. વર્લ્ડ નંબર ૧૫૯ નાગલ બીજા સેટમાં આર્જેન્ટીનાના ખેલાડીની સામે નબળો પૂરવાર થયો હતો. ફિકોવિચે શાનદાર પ્રદર્શન કર્યું અને મેચ પોતાના નામે કરી લીધી હતી.
નાગલનું હાલનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેણે બાલમાં બ્યૂનસ આયર્સ એટીપી ચેલેન્જર ટૂર્નામેન્ટમાં ટાઇટલ જીત્યું હતું. તે આ સાથે સાઉથ અમેરિકામાં ક્લે કોર્ટ પર ટૂર્નામેન્ટ જીતનાર ભારતનો પ્રથમ ખેલાડી બન્યો હતો.