આજકાલ કોઇપણ ઘટના સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ જાય છે. જેમા ઘણા ફાયદા અને નુકસાન પણ છે. ઘણી વખત તેનો ફાયદો જોવા મળે છે તો ઘણી વખત અફવાઓ ફેલાય છે. જેની અસર ખૂબ ખતરનાક હોય શકે છે. આવી જ એક અફવાએ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. જેને લઇને ક્રિકેટ જગતમાં શોકનો માહોલ હતો. જેમા અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર મોહમ્મદ નબીની મોતની ખબર વાયરલ થવા લાગી. આ અફવાને લઇને ઘણા લોકોએ તેમની સંવેદના વ્યક્ત કરી દીધી. પરંતુ બાદમાં નબીએ આ ખબરને લઇને ચુપ્પી તોડવી પડી.જણાવી દઇએ કે સોશિયલ મીડિયા પર એવી વાયરલ થઇ કે મોહમ્મદ નબીનું હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. જ્યારે તેની જાણકારી ૩૪ વર્ષના ઓલરાઉન્ડર મોહમ્મદ નબીને થઇ તો તેણે ટ્વીટ કરી તેના મોતની ખબરને ખોટી ગણાવી છે અને કહ્યું કે તે એકદમ બરાબર છે. નબીએ ટિ્વટ કરી લખ્યું કે, અલ્હામ્દુલિલ્લાહ હું એકદમ સ્વસ્થ છું. એક ખબર કેટલાક મીડિયા આઉટલેટ્સ પર ચાલી રહી છે તે ફેક છે. આભાર!
તેના સિવાય અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ ટ્રેનિંગ સેશનની પણ તસવીરો શેર કરી છે જેમા નબી ટ્રેનિંગ કરતા જોવા મળી રહ્યા છે. નબીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. જ્યારે ટી-૨૦ અને વનડેના મુકાબલામાં પણ તેની ધારદાર બોલિંગ અને બેટિંગ માટે તે ચર્ચામાં રહે છે. નબીએ ભારત વિરુદ્ધ વર્ષ ૨૦૧૮માં ટેસ્ટ ડેબ્યું કર્યું હતું. જે અફઘાનિસ્તાન ટીમની પહેલી ટેસ્ટ મેચ હતી.