તેલંગાણાના વિકારાબાદમાં એક ટ્રેઇનર વિમાન ક્રેશ થઇ જવાના કારણે પાયલોટનું મોત થઇ ગયું છે. અલબત્ત આ બાબત સ્પષ્ટ થઇ નથી કે, આ દુર્ઘટના કયા કારણસર થઇ છે. હાલમાં રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. અકસ્માતના ફોટાઓ તરત જ જારી કરવામાં આવ્યા હતા જેમાં વિમાન એક ખેતરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાની વિગત સપાટી પર આવી હતી. એમ કહેવામાં આવી રહ્યું છે કે, આ ટ્રેઇનર વિમાન આજે સવારે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. શરૂઆતમાં બે લોકોના મોતના અહેવાલ આવ્યા હતા. મોતના આંકડાને લઇને હજુ પણ વિરોધીભાષી અહેવાલ આવી રહ્યા છે.
તેલંગાણા વિમાન દુર્ઘટનાને લઇને તપાસના આદેશ કરવામાં આવ્યા બાદ ટૂંકમાં જ અકસ્માતનું કારણ જાણી શકાશે. હાલમાં હેલિકોપ્ટર દુર્ઘટના પણ થઇ છે.