વૃષ્ટિ-શિવમ ગુમ કેસઃ પોલીસે સીસીટીવી ચેક કરી રીક્ષા ચાલની પૂછપરછ આદરી

397

વૃષ્ટિ અને શિવમ પટેલ ના ગુમ થવાનો મામલામાં પોલીસે અત્યાર સુધીમાં છથી વધુ જગ્યાના સીસીટીવી મેળવ્યા છે. હાલ વધુ ત્રણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અગાઉ સોસાયટીના ફૂટેજ બાદ વધુ સીસીટીવી આવવાથી વૃષ્ટિ અને શિવમ ક્યાં ક્યાં જાય છે તે વિશેની માહિતી સામે આવી છે. વૃષ્ટિ અને શિવમ સોસાયટીમાંથી નીકળી ઝેવિયર્સ કોલેજ સુધી ચાલતા ગયા હતા. આ દ્રશ્યો કેમેરામાં જોઈ શકાય છે.

વૃષ્ટિ અને શિવમ બંને ઝેવિયર્સ કોલેજના કોર્નર પાસેથી રીક્ષામાં બેઠા હતા. રીક્ષામાં જતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. કાલુપુર સ્ટેશનના સીસીટીવીમાં બંને લોકો દેખાયા છે. જે જગ્યાના સીસીટીવી છે તે ઓવર બ્રિજના છે. બંને મિત્રો ઓવરબ્રિજથી એક છેડેથી બીજા છેડે ગયા હોવાની આશંતા છે. જોકે, બંને ટ્રેનમાં બેસીને ગયા છે કે નહીં તે બાબતે હજુ પોલીસ સ્પષ્ટ નથી. રીક્ષા ચાલકને પણ પોલીસે તેની પૂછપરછ કરી હતી. જોકે, રીક્ષા ચાલકે કહ્યું કે, બંને રીક્ષામાં બેસીને કંઈ બોલતા ન હતા. માત્ર એકબીજા સામે હસતા જ હોવાની રિક્ષાચાલકે વાત કરી છે.

Previous articleકાપડ ઉદ્યોગની મંદીથી હતાશ થયેલ કારખાનેદારે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો
Next articleનાંદીસણ નજીક ઓવરબ્રિજ બનાવવાની માંગણી સાથે ગિન્નાયેલા ગ્રામજનોએ ચક્કાજામ કર્યું