દેશની સૌથી મોટી બીજા ક્રમની પેટ્રોલિયમ કંપની બહુ જલ્દી વેચાઈ જશે. કેન્દ્ર સરકાર ભારત સરકારની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં પોતાની ૫૩ ટકાથી વધારે હિસ્સેદારી વેચવા માટે નિર્ણય લઈ ચુકી છે.આ માટેની તમામ તૈયારીઓ સરકારે પૂરી કરી લીધી છે.નવેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં સરકાર પ્રાઈવેટ કંપનીઓ પાસેથી પ્રસ્તાવ મંગાવાવા માટે જાહેરાત આપશે.
હાલમાં ભારત પેટ્રોલિયમની નેટ વર્થ ૫૫૦૦૦ કરોડ રુપિયા છે.સરકાર પોતાના તમામ શેર વેચીને ૬૫૦૦૦ કરોડ રુપિયા ભેગા કરવા ઈચ્છે છે.આ માટે સંસદની મંજૂરી પણ નહી લેવી પડે.સરકારી માલિકીની હેલિકોપ્ટર કંપની પવન હંસ પણ સરકારે વેચવા માટે કાઢી છે.જોકે ડિસઈન્વેસ્ટમેન્ટ માટેની ડેડલાઈન સરકારે ત્રીજી વખત વધારીને ૧૦ ઓક્ટોબર કરી છે.આ માટે રસ ધરાવતી પાર્ટીઓ હવે ૧૦ ઓક્ટોબર સુધી પ્રસ્તાવ મોકલાવી શકશે.
સરકારે ગયા વર્ષે પણ સરકારી માલિકીની કંપની ઓએનજીસી પર એચપીસીએલનુ મર્જર કરવા માટે દબાણ કર્યુ હતુ.નાણાકીય સંકટમાં ફસાયેલી આઈડીબીઆઈ બેન્ક માટે પણ કોઈ ખરીદાહ નહી મળતા સરકારે એલઆઈસીને બેન્કને ટેક ઓવર કરવા માટે જણાવ્યુ હતુ. જોકે અગાઉ કેબિનેટે સરકારની માલિકીની કંપનીઓમાં સરકારની ઓછામાં ઓછી ૫૧ ટકા ભાગીદારી રાખવાનુ નકકી કર્યુ હતુ.જોકે હવે કેબિનેટે જ હવે ભાગીદારી ૫૧ ટકાથી ઓછી રાખવા માટે પ્રસ્તાવ તૈયાર કરવાની કવાયત શરૂ કરી છે.