ભારદ્વાજ ગોત્રના જોશી પરિવાર દ્વારા આગામી કારતક માસ હરિદ્વારા ગંગા કિનારે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૭મી નવેમ્બરથી ૧૪ તારીખ સુધી ભાવનગરના શાસ્ત્રી પારસભાઈ જોશીના વ્યાસાસને સંગીતમય કથા પારાયણ થશે.
હરિદ્વારમાં ગીતા મંદિર, હરીહર આશ્રમ સામે, કનખલ, હરીદ્વાર – ગાંધીમાર્ગ ખાતે યોજાનાર કૃષ્ણ ગાથાનો ભાવનગર ઉપરાંત, સિહોર, મહુવા, ચોગઠ, બગદાણા, અમદાવાદ, રાજુલા, સુેરતના શ્રોતાજનો ત્રણસો ઉપરાંતની સંખ્યામાં જોડાઈને પવિત્ર ગંગા કિનારે ભાગવત કથા શ્રવણનો લાભ લેશે. કથાની સફળતા માટે દિલિપભાઈ જોશી, યોગેશભાઈ જોશી, રાજુભાઈ જોશી, કેતનભાઈ જોશી અને ગણપતભાઈ જોશી સહિતના સૌ અગ્રણીઓ જોડાયા છે.