માલણકા ખોડિયાર માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન

430

ભાવનગર જિલ્લાના માણલકા ગામ ખાતે આવેલ દવે, પટેલ, ભાયાણી, ભટ્ટ (સિહોર) તથા શાહ (જસપરા) પરિવારના કુળદેવી માલણકા ખોડિયાર માં ના મંદિરે આસો મહિનાની નવરાત્રી ઘામઘૂમથી ઉજવવામાં આવે છે. આસો મહિનાની નવરાત્રી દરમ્યાન દરરોજ ચંડીપાઠ માતાજીને પારે કરવામાં આવે છે. અને દેશરાના દિવસે હવનનું આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવમાં ગુજરાત ભરમાંથી તેમજ ગુજરાત બહારથી ઘણા ભક્તો દર્શનાર્થે આવે છે. આસો નવરાત્રી નિમિત્તે આયોજીત નવચંડી યજ્ઞ, આસો સુદ-૧૦, દશેરાના દિવસે તા. ૮-૧૦ને મંગળવારે થશે. પ્રણાલિકા પ્રમાણે યજુર્વ્દ સહિતા પાઠી ભારતભાઈ પાઠકના આચાર્યપદે હોમાત્મક નવચંડી યજ્ઞ સવારના ૧૦-૦૦ કલાકે શરૂ થશે. શ્રીફળ હોમવાનો સમય સાંજના ૪-૦૦ કલાકનો છે.

Previous articleકુમારશાળા ખાતે રાસ-ગરબા સંપન્ન
Next articleઆજે નવમું નોરતુ : કરો માતા સિદ્ધિદાત્રીની પૂજા