ખસ માધ્યમિક શાળામાં નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયુ

1630

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ખસ ગામે માધ્યમિક શાળા ખાતે નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આસો મહિનાની નવલી નવરાત્રી ચાલી રહી છે ત્યારે ખસ માધ્યમિક શાળા દ્વારા માં ભગવતી આદ્યશક્તિની આરાધનાના ભાગ રૂપે ભવ્યાતિભવ્ય ગરબા ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.

એક અનોખી પરંપરાને અનુસરીને કાર્યક્રમની શુભ શરૂઆત ૧૦૮ દિવાની માતાજીની આરતી ઉતારીને કરવામાં આવી હતી જ્યારે ૧૦૮ દિવાની આરતી ચાલુ થતા જ આખુંય વાતાવરણ દિવ્યતાથી તરબોળ થયુ હતુ. આ પ્રસંગે શાળાના તમામ સ્ટાફગણ અને વિદ્યાર્થી ભાઈ-બહેનોએ મન મુકીને માતાજીના ગરબા રમ્યા.અને આખુંય વાતાવરણ માં ભગવતીના ગુણગાનથી ગુજતુ કરવામાં આવ્યું હતું.શાળાની તમામ બાળાઓએ પરંપરાગત વેશભૂષા ધારણ કરીને ગરબા ગાયા હતાં.આ કાર્યક્રમમાં શાળાના ભાઈઓએ પણ પોતપોતાની રીતે ભાગીદારી ભજવી હતી. કાર્યક્રમના અંતે શાળાના બધાજ બાળકોને શાળાના આચાર્ય વનરાજસિંહ ચાવડા તરફથી જલેબી ફાફડાનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો.તેમજ તમામ સ્ટાફગણના સહકારથી આ ભક્તિમય કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleદામનગરમાં મેલડી માતાજીના મંદિર ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન