બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના દેવળીયા ગામે હાલ ભાદર નદીમાં પાણી વહેતુ છે.દેવળીયા ગામમાં જવા માટે નદીમાંથી એકમાત્ર રસ્તો છે જે નદીમાં હાલ પાણી વહી રહ્યુ હોવાથી ગામ લોકોને ના છુટકે જીવના જોખમે નદીમાં પસાર થવુ પડે છે અને પોતાના વાહનો ને પણ નદીના પાણીમાંથી પસાર કરવા પડે છે.આજે સવાર ના સમયે દેવળીયાની ભાદર નદીમાંથી ટ્રેક્ટર પસાર થતુ હતુ તે દરમ્યાન ટ્રેક્ટર અને ટ્રેક્ટર ચાલક સહીત બે લોકો પાણીમાં ગરકાવ થય ગયા હતા ટ્રેક્ટર તો સાવ ઉંધુ જ વળી ગયુ હતુ અને ટ્રેક્ટર ચાલક પણ પાણીમાં ગરકાવ થતા અફડાતફડી મચી ગઈ હતી જોકે સદનશીબે ટ્રેક્ટર ચાલક સહીત બીજા એક વ્યક્તીનો બચાવ થયો હતો અને જો કે બન્ને વ્યક્તીઓને સામાન્ય ઈજાઓ પહોચી હતી.જ્યારે આ ટ્રેક્ટર નદીના પાણીમાં ઉંધુ વળી ગયુ હતુ.જોકે સદનશીબે ટ્રેક્ટર ચાલક અને સાથે રહેલ એક વ્યક્તીનો પણ બચાવ થયો હતો જ્યારે એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી.આ ઘટનાની જાણ દેવળીયા ગામના લોકો ને થતા ગામલોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટ્રેક્ટર ચાલકને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો જ્યારે ટ્રેક્ટર ને જે.શી.બી. મશીન દ્વારા ભારે જહેમત બાદ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યુ હતુ. દેવળીયા ગામ લોકો છેલ્લા ત્રણ મહીના થી આ પ્રકારની પરીસ્થીતી નો સામનો કરી રહ્યા છે અને કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે દેવળીયાની ભાદર નદીમાં ક્યારે પુલ બનાવવામાં આવે અને પડતી મુશ્કેલી નો અંત આવે.સરકારી તંત્ર તાત્કાલિક દેવળીયા ગામને જોડતો પુલ બનાવે તેવી ગામલોકો ની માંગણી છે.