અંબિકા પ્રા.શાળામાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું

411

અંબિકા પ્રાથમિક શાળા નં-૭ માં નવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી.જેમા બાળકો મનભરીને ગરબા રમ્યા હતા.રાસોત્સવ કાર્યક્રમ ના અંતે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવેલ, સારા ગરબા રમવા માટે, અને આરતી ની થાળી સજાવટ માટે શાળા પરિવાર તરફથી મહેમાનોનાં હસ્તે બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.આ કાર્યક્રમમાં કોર્પોરેટર કાંતાબેન મકવાણા, સમિતિના સભ્ય  નરેશભાઈ મકવાણા, મુકેશભાઈ (લક્ષ્મી ખમણ) ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.મુકેશભાઈ તરફથી બાળકોને સમોસા નો નાસ્તો કરાવામાં આવ્યો હતો. આચાર્ય  ભરતભાઈ ભટ્ટ ના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકોએ કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું.

Previous articleપ્રાથમિક શૈક્ષિક મહાસંઘ- ભાવ.શહેરની મળેલી બેઠકમાં કારોબારીની ઘોષણા
Next articleગ્રનીસીટી દ્વારા સ્વ. અક્ષયભાઈ ઓઝાના સ્મરણાર્થે ૩૬ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું