વડલી ગામ તથા નાગેશ્રી ગામે નરેગા યોજના મારફત વડલી ગામે ગાંધીભવન તથા નાગેશ્રી ગામે શૌચાલયનું કામ પુર્ણ કર્યાના ઘણો સમયથી કચેરી દ્વારા આ કામોનું ચુકવણું કરવામાં આવ્યું નથી. મૌખિક રજુઆત આવર-નવાર કરવા છતા કોઈ જ જવાબ મળીયો નથી. ત્યારે આગામી દિવસોમાં સામાન્યસભા તથા કારોબારી સભા તથા આયોજનની મીટીંગ હું મુલતવી રાખવા માંગું છું જયારે સુધી આ બન્ને ગામનું પેમેન્ટ ન થાય ત્યા સુધી કોઈપણ જાતની મીટીંગનો બહિષ્કાર કરૂ છું.
જો જરૂર પડશે તો હુ આગામી દિવસોમાં મારી ચેમ્બર સામે ઉપવાસ કરવા બંધાયવ છું.
આ બન્ને ગામના ચુકવણા બાબતે ગંભીરતા પુર્વક લેવા જાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ બારૈયા દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને લેખીત રજુઆત કરેલ.