દિશા પાટનીના સુપર હોટ ફોટોને લઇ ફરી ચર્ચા શરૂ

852

બોલિવુડમાં ધીમી ગતિએ લોકપ્રિય અને આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી રહેલી દિશા પાટનીએ ફરી એકવાર સુપર હોટ ફોટો પોસ્ટ કરીને નવી ચર્ચા જગાવી છે. ઇન્સ્ટાગ્રામ પર હવે તેના નવા ફોટો મુકવામાં આવ્યા છે. જેનાથી ચાહકો ભારે પ્રભાવિત થયા છે. આ ફોટો તેના ચાહકોને એટલો પસંદ પડી રહ્યો છે કે ફોટો શેયર થવાના  કલાકોની અંદર જ તેને લાખ ો લોકો નિહાળી ચુક્યા છે. ફોટો શેયર કરીને દિશા પાટનીએ પોસ્ટમાં પોતાના ફેન્સને કેટલીક માહિતી પણ આપી છે. દિશાએ ફોટો ઇન્સ્ટાગ્રામ પર ફેન્સની સાથે શેયર કર્યો છે. જેમાં તેની સેક્સી એન્ડ ટોન્ડ બોડી નજરે પડી રહી છે. આ ફોટોમાં દિશા ખુબ હોટ નજરે પડી રહી છે.  સામાન્ય રીતે આ પ્રથમ વખત બન્યુ છે જ્યારે દિશાએ પોતાના હોટ ફોટો ફેન્સની સાથે શેયર કર્યો છે. થોડાક દિવસ પહેલા જ દિશાએ બ્લેક એન્ડ વ્હાઇટ તેમજ રેડ બિકીનીમાં ફોટો શેયર કર્યા હતા. આ ફોટો પણ ચાહકોને ખુબ પસંદ પડ્યા હતા. દિશા પાટનીને બીચ પર રજા માણવાનુ ખુબ પસંદ છે. તે વારંવાર સોશિયલ મિડિયા પર પોતાના એકાઉન્ટમાં બિકીની પહેરેલી હાલતમાં કેટલાક ફોટો મુકી ચુકી છે. ફિલ્મ એમએસ ધોનીની લાઇફ પર બનેલી ફિલ્મ મારફતે તે બોલિવુડમાં એન્ટ્રી કરી ગઇ હતી. હવે તે ટુંક સમયમાં જ ફિલ્મ ભારતમાં નજરે પડનાર છે. આ ફિલ્મમાં તે સલમાન ખાનની સાથે નજરે પડનાર છે. તે લીડ રોલમાં નજરે પડી રહી છે. ફિલ્મમાં કેટરીના કેફ પણ મોટી ભૂમિકા અદા કરી રહી છે. દિશા પાટની હાલમાં ટાઇગર શ્રોફની સાથે સંબંધના કારણે પણ જાણીતી રહી છે.

તે મોટા ભાગના ચાહકો  તેમની ચર્ચા કરતા નજરે પડે છે. દિશા હાલના સમયમાં ફિલ્મોમાં કામ કરવાના બદલે તેના સેક્સી ફોટોના કારણે વધારે ચર્ચામાં રહે છે. તેની છેલ્લી ફિલ્મ ભારત હતી. જેમાં તે ટુંકા રોલ માટે સલમાન ખાન સાથે નજરે પડી હતી. સલમાન ખાન સાથે તેના ગીતે ભારે ધુમ મચાવી હતી. ભારત ફિલ્મ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી ગઇ હતી. જો કે તેને આના કારણે વધારે લાભ થયો નથી. ચર્ચા ચોક્કસપણઁ જગાવી ચુકી છે. સોશિયલ મિડિયાની ક્વીન તરીકે પણ કેટલાક લોકો તેને ગણે છે.

હાલમાં તેની પાસે કેટલીક ફિલ્મો રહેલી છે. જે પૈકી મલંગ નામની ફિલ્મમાં તે સૌથી પહેલા જોવા મળશે. જેમાં તે આદિત્ય રોય કપુર અને અનિલ કપુર સાથે દેખાશે. ફિલ્મની રજૂઆત  કરવાને લઇને ઉત્સુક છે.  દિશા પટની બોલિવુડમાં લાંબી ઇનિંગ્સ રમવા માટે હજુ આશાવાદી બનેલી છે. જો કે ગળા કાપ સ્પર્ધામાં કેટલીક ટોપ અભિનેત્રી પણ ટકી રહી નથી ત્યારે તેમની પાસેથી વધારે જોરદાર દેખાવની અપેક્ષા રાખી શકાય છે. નિર્માતા નિર્દેશકો તેની કુશળતાથી ચોક્ક્સ પણે પ્રભાવિત છે.

Previous articleહાર્ડ વર્ક વિના સફળતા મળતી જ નથી : સોનમે કબુલાત કરી
Next articleકૈફે ઈમરાનને માર્યો ટોણોઃ ‘મહાન ક્રિકેટરમાંથી કઠપુતળી બની ગયા’