પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને લઇને પ્રતિક્રિયા આપી છે. કેફે ઇમરાન ખાન દ્વારા યુએનમાં આપવામાં આવેલા તેમના ભાષણની આલોચના કરતા પાકિસ્તાનને આતંકીઓનો સુરક્ષિત આશરો ગણાવ્યો છે. આ ભારતીય ક્રિકેટરે ઇમરાન ખાનની આ સ્પીચથી સંબંધિત એક આર્ટિકલને પોતાના ટિ્વટર પર પોસ્ટ કરતા ઇમરાનને કટાક્ષ કરી છે. સાથે જ કહ્યું છે કે તે એક મહાન ક્રિકેટર હતા અને હવે પાકિસ્તાની સેના અને આતંકવાદીઓની કઠપુતળી બનીને રહી ગયા છે.
કૈફે આ ટ્વીટમાં લખ્યું કે, હાં, પરંતુ તમારા દેશ પાકિસ્તાને આતંકવાદથી ઘણું કરવાનું છે. જે આતંકતીઓ માટે સુરક્ષિત આશરો છે. યુએનમાં કેટલું દુર્ભાગ્યપૂર્ણ ભાષણ હતું. વધુમાં લખ્યું કે અને તે (ઇમરાન) એક મહાન ક્રિકેટરથી પાકિસ્તાન સેના અને આતંકીઓની કઠપુતળી બની ગયા છે.
સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય બેઠકના ૭૪માં સત્રમાં ઇમરાન ખાન દ્વારા આપવામાં આવેલા એક ભાષણની દુનિયામાં આલોચના કરવામાં આવી રહી છે. પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ પણ ઇમરાનના આ ભાષણને બકવાસ ગણાવ્યું છે. ગાંગૂલીએ લખ્યું હતું કે, આ એ ક્રિકેટર નથી જેને દુનિયા ઓળખતી હતી.