સાનિયા મિર્ઝાની બહેન અઝહરુદ્દીનના પુત્ર સાથે પરણશે

392

ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝા ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનના પુત્ર અસદ અઝહરુદ્દીન સાથે લગ્ન કરવાની છે. આ જાણકારી ખુદ સાનિયાએ જ સોશિયલ મિડિયા મારફત આપી છે. અનમ મિર્ઝા ફેશન સ્ટાઈલિસ્ટ છે. તે અને અસદ આ વર્ષના ડિસેંબરમાં લગ્ન કરશે.

અનમનાં આ બીજાં લગ્ન હશે. એણે તેના પહેલા પતિ અકબર રશીદ પાસેથી ૨૦૧૮માં છૂટાછેડા લઈ લીધાં છે. હૈદરાબાદસ્થિત ઉદ્યોગપતિ અકબર અનમનો બોયફ્રેન્ડ હતો. એણે જ અનમને લગ્ન કરવાની ઓફર કરી હતી. બંનેએ ૨૦૧૬ની ૧૬ નવેંબરે લગ્ન કર્યા હતા અને એ પાર્ટીમાં સલમાન ખાન, પરિણિતી ચોપરા સહિત અનેક બોલીવૂડ કલાકારો હાજર રહ્યાં હતાં અને ફિલ્મી સ્ટાઈલમાં અકબર-અનમનાં લગ્ન થયાં હતાં.

ફિલ્મ નિર્માત્રી ફરાહ ખાને પણ હાલમાં જ અનમનાં નવા સગપણનો ઈશારો કરતી અનમની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી જેમાં બારીના કાચ પર મોટા અક્ષરમાં ‘બ્રાઈડ ટૂ બી’ લખ્યું હતું.

Previous articleકૈફે ઈમરાનને માર્યો ટોણોઃ ‘મહાન ક્રિકેટરમાંથી કઠપુતળી બની ગયા’
Next articleઆઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપઃ ભારતે પોતાનું નંબર-૧નું સ્થાન વધુ મજબૂત કર્યું