ઈંગ્લેન્ડ ટીમના મુખ્ય કોચ તરીકે ક્રિસ સિલ્વરવુડની નિમણુંક

474

ઈંગ્લેન્ડ ટીમના મુખ્ય કોચની જાહેરાત થઈ ગઈ છે. ક્રિસ સિલ્વરવુડને ટીમના મુખ્ય કોચ નિયુક્ત કરવામાં આવ્યા છે. ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમવાર ઈંગ્લેન્ડને વિશ્વ વિજેતા બનાવનાર ટ્રેવર બેલિસે ટીમનો સાથ છોડી દીધો છે. વિશ્વકપ બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ટ્રેવર બેલિસ ઈંગ્લેન્ડની ટીમને છોડવાનું નક્કી કરી ચુક્યા હતા. વિશ્વકપમાં મળેલી જીત બાદ તેમણે તેની જાહેરાત પણ કરી દીધી, પરંતુ બોર્ડના કહ્યાં બાદ તે એશિઝ સિરીઝ સુધી મુખ્ય કોચ પદે રહ્યાં હતા. એશિઝ સિરીઝ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૨-૨થી ટાઈ રહી હતી.

સોમવારે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તે વાતની જાહેરાત કરી છે કે બોલિંગ કોચ ક્રિસે સિલ્વરવુડ ટીમના મુખ્ય કોચનું પદ સંભાળશે. ૪૪ વર્ષીય ક્રિસ સિલ્વરવુડને મુખ્ય કોચ પદે પસંદ કર્યાં બાદ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના મેનેજિંગ ડાયરેક્ટર એશ્લે ગિલીઝે કહ્યું છે, ’અમે ક્રિસને ઈંગ્લેન્ડ પુરૂષ ટીમના હેડ કોચ નિયુક્ત કર્યા બાદ ખુશ છીએ.’

Previous articleઆઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપઃ ભારતે પોતાનું નંબર-૧નું સ્થાન વધુ મજબૂત કર્યું
Next article૩૬ ઉપરાંતના રાફેલ વિમાન ખરીદવાના પ્રશ્ને વાતચીત થશે