૩૬ ઉપરાંતના રાફેલ વિમાન ખરીદવાના પ્રશ્ને વાતચીત થશે

378

સંરક્ષણમંત્રી રાજનાથસિંહ ફ્રાંસ પહોંચી રહ્યા છે. ફ્રાંસ પહોંચી ગયા બાદ એકબાજુ તેઓ આવતીકાલે રાફેલ વિમાન પૈકી પ્રથમ વિમાન મેળવશે. ભારતને ફ્રાંસ પાસેથી ૩૬ રાફેલ વિમાન પૈકીના વિમાનો મળનાર છે. ભારત માટે સમજૂતિ મુજબ ફ્રાંસની દસો એવિએશન ૩૬ રાફેલ વિમાન બનાવી રહી છે. મળેલી માહિતી મુજબ રાજનાથસિંહ તેમની યાત્રા દરમિયાન ફ્રાંસ પાસેથી ૩૬ ઉપરાંતના વધુ રાફેલ વિમાન મેળવવાના પણ પ્રયાસ કરશે. ભારતને વધુ પ્રમાણમાં રાફેલની ઓફર કરવામાં આવી શકે છે. જો કે, ભારતીય હવાઈ દળના વડા આરકેએસ ભદોરિયાએ કહ્યું છે કે, ૩૬ સિવાયના વધુ રાફેલ વિમાન મેળવવાની હાલમાં કોઇ યોજના નથી. જો કે, શક્યતા ચકાસવામાં આવનાર છે. ૩૬ વિમાનોની આ સમજૂતિ બંને દેશો વચ્ચે ૭.૮૭ અબજ યુરોની થઇ છે. રૂપિયાની વાત કરવામાં આવે તો આ સમજૂતિ ૬૧૯ અબજ રૂપિયાની થઇ છે. આની અંદર અતિઆધુનિક મિસાઇલો પહેલાથી જ તૈનાત છે જે ૩૦૦ કિલોમીટરથી વધુ અંતર સુધી ત્રાટકવામાં સંપૂર્ણપણે સક્ષમ છે. ભારતની વ્યૂહાત્મક સરહદ પર આ વિમાન ગોઠવાશે.

Previous articleઈંગ્લેન્ડ ટીમના મુખ્ય કોચ તરીકે ક્રિસ સિલ્વરવુડની નિમણુંક
Next articleખર્ચ ઘટાડવા HDFC બેંક પોતાના ૧૦ હજાર કર્મચારીઓની છટણી કરશે