બ્રિટનની HDFC બેંક પોતાના ખર્ચામાં ઘટાડો કરવા માટે તેમના ૧૦ હજાર કર્મચારીઓને નોકરીમાંથી છટણી કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે. વચગાળાના સીઈઓ નોઈલ ક્કિન ઈચ્છે છે કે બેન્કિંગ ગ્રુપના ખર્ચમાં ઘટાડો કરવામાં આવે. રવિવારના રોજ જાહેર થયેલા એક અહેવાલ અનુસાર બેંકમાંથી એવા કર્મચારીઓને સૌથી પહેલા કાઢવામાં આવશે જેમનો પગાર સૌથી વધારે હશે.
આ મહિનાના અંતમાં આવનારા ત્રિમાસિક પરિણામો બાદ બેંકના ખર્ચામાં ઘટાડો કરવાની જાહેરાત કરતા કયા-કયા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી દેવા તેના પર પણ ચર્ચા વિચારણા શરૂ કરી દેવામાં આવી છે. બેંકમાંથી જોન ફ્લિંટના નિકળ્યા બાદ ક્કિનને વચગાળાના સીઈઓ બનાવવામાં આવ્યા હતા. HDFC બેંકે કહ્યું હતું કે પડકારજનક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા આવો નિર્ણય લેવાની ફરજ પડી છે. ફ્લિંટે ચેરમેન માર્ક ટુકર સાથેના મતભેદોના કારણે બેંક સાથે છેડો ફાડી દીધો હોવાની માહિતી બેંકના એક ખાનગી સૂત્રએ આપી હતી. જોકે, આ મામલે હજી સુધી બેંક તરફથી કોઈ પ્રકારની પ્રતિક્રિયા આવી નથી.