શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. સતત છઠ્ઠા કારોબારી સેશનમાં શેરબજારમાં અંધાધૂંધી જોવા મળી હતી. કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૧૪૧ પોઇન્ટ ઘટીને ૩૭૫૩૨ની નીચી સપાટીએ રહ્યો હતો. યશ બેંકના શેરમાં આઠ ટકાથી વધુ ઉછાળો રહ્યો હતો જ્યારે તાતા સ્ટીલના શેરમાં સૌથી વધુ ૨.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. શેરબજારમાં હાલમાં કેટલાક પરિબળોની અસર દેખાઈ રહી છે. જીડીપી ગ્રોથની આગાહી આરબીઆઈ દ્વારા હાલમાં ઘટાડી દેવામાં આવી છે. આરબીઆઈએ હાલમાં જ જીડીપી ગ્રોથની આગાહી વર્ષ ૨૦૧૯-૨૦ માટે ૬.૯ ટકાથી ઘટાડીને ૬.૧ ટકા કરી દેવામાં આવી છે. ફાર્મા, મેટલ, ઓટો, પીએસયુ બેંક જેવા કાઉન્ટરોમાં વેચવાલી જોરદાર રહી હતી. આઈટીના શેરમાં પણ મંદી રહી હતી. વૈશ્વિક મોરચા પર અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડવોરને લઇને અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે જેથી મૂડીરોકાણકારોની તકલીફ વધી રહી છે. સતત છઠ્ઠા કારોબારી સેશનમાં આજે મંદી જોવા મળી હતી. બીએસઈ સેંસેક્સમાં ૧૪૧ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૩૭૫૩૨ રહી હતી. આજે આઈટીસી, ટીસીએસ, એલએન્ડટી, એચડીએફસી અને ઇન્ફોસીસના શેરમાં ઘટાડો રહ્યો હતો. આ ઘટાડાના કારણે ઇન્ડેક્સ ઘટીને નીચી સપાટીએ પહોંચ્યો હતો. એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, યશ બેંકના શેરમાં તેજી રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૩૩ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૬૮૦ રહી હતી જ્યારે સ્મોલેકેપ ઇન્ડેક્સમાં ૯૬ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૨૭૧૩ રહી હતી. એનએસઈમાં નિફ્ટી ઇન્ડેક્સ ૪૮ પોઇન્ટ ઘટીને ૧૧૧૨૬ની નીચી સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ મોરચા ઉપર ફાર્માના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. મેટલ, રિયાલીટી અને પીએસયુ બેંકના શેરમાં પણ અફડાતફડી રહી હતી. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં ૨૪૮ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૭૧૪૮ રહી હતી. માર્કેટમાં આવતીકાલે દશેરા પર્વની રજા રહેશે. યશ બેંકના શેરમાં આજે ૮ ટકાનો સુધારો રહ્યો હતો. માઇક્રોસોફ્ટ સાથે તેની વાતચીત ચાલી રહી છે તેવા અહેવાલ તેજી જામી છે. યશ બેંકની ૧૫ ટકા હિસ્સેદારી વેચવા માઇક્રોસોફ્ટ અને અન્ય બે ટેકનોલોજી કંપની સાથે વાતચીત ચાલી રહી હોવાના અહેવાલ બાદ કંપનીના શેરમાં લેવાલી જામી છે. ઝીના શેરમાં છ વર્ષની નીચી સપાટી જોવા મળી હતી. સ્થાનિક ઇક્વિટી માર્કેટમાં નિરાશાનો માહોલ જામી હતી. મૂડીરોકાણકારો આર્થિક વિકાસદરને લઇને પરેશાન દેખાઈ રહ્યા છે. વૈશ્વિક શેરબજારમાં ઓછા ફેરફારની સ્થિતિ જોવા મળી છે. અમેરિકામાં જોબ ડેટા જારી કરાયા બાદ આર્થિક મંદી અંગે કેટલીક દહેશત દૂર થઇ છે.