ગીર સોમનાથ જિલ્લાકક્ષાનો માતા યશોદા એવોર્ડ વિજેતા

977
guj1432018-5.jpg

ગુજરાત સરકાર દ્વારા સંકલિત બાળ વિકાસ સેવા યોજના હેઠળ આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરની શ્રેષ્ઠ સેવા કરવા બદલ તાલુકા અને જિલ્લાકક્ષાનો માતા યશોદા એવોર્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવે છે. તા.૧૦-૩-૨૦૧૮ના રોજ તા.ઉના ગામ સીમાસી-૨ના આંગણવાડી કાર્યકર મેઘનાથી વર્ષાબેન સુંદરગિરિ તથા આંગણવાડી તેડાગર કામળીયા દક્ષાબેન બાબુભાઈ આ બન્ને બહેનોને ગામ સીમાસી-૨ની આંગણવાડીની શ્રેષ્ઠ સેવા બદલ જિલ્લાકક્ષાનો માતાયશોદા એવોર્ડ, પ્રમામપત્ર, શાલ અને જિલ્લાકક્ષાનો રોકડ પુરષ્કાર રૂા.૩૧૦૦૦ અને રૂા.૨૧૦૦૦ ગીર સોમનાથ જિલ્લાનુ મહિલા સંમેલન તા.૧૦-૩-૧૮ મળેલ તેમાં જિલ્લા પ્રમુખ મણીબેન રાઠોડના હસ્તે એનાયત કરવામાં આવેલ છે. 
જિલ્લાકક્ષાનો શ્રેષ્ઠ કામગીરી બદલ મળેલ એવોર્ડ બદલ સી.ડી.પી.ઓ.ના ઉનાના મધુબહેન વાઢેર તતા સુપરવાઈઝર શારદાબેન, મોતીબેન કાતીરા, મીનાબેન, લાભુબેન સર્વે સુપરવાઈઝર બહેનોએ શુભેચ્છા પાઠવેલ. તેમજ સીમાસી ગામના ભૂતપૂર્વ સરપંચ વાજા પૂજાભાઈ રામભાઈ વર્તમાન સરપંચ સવિતાબેન મુકેશભાઈ વાજા સભ્ય માનુબેન કરશનભાઈ, પુનીબેન પુનાભાઈ તથા ડિલેકટ વાજા માલાભાઈ રામભાઈ દૈનિક પત્રના એજન્ટ સલેમાનભાઈ દલ અને શાળાના આચાર્ય અનિલભાઈ વાઢેર તથા ગામના હાઈસ્કુલના શિક્ષક રામદત્તી જગદીશગિરિ શિવગિરિ વગેરેએ શુભેચ્છા આપી જિલ્લાકક્ષાની શ્રેષ્ઠ કામગીરીના કર્યા છે.

Previous articleરાજુલા-મહુવા લોકલ બસ શરૂ કરવાની માંગ સાથે વિકટરમાં રસ્તા રોકો આંદોલન
Next articleરાજુલા-જાફરાબાદમાં બોર્ડના વિદ્યાર્થીઓનું રાજકીય આગેવાનોએ ફુલ આપી સ્વાગત કર્યુ