સીટબેલ્ટ વગર બસ ચલાવતા ડ્રાઈવરને રૂ. ૫૦૦નો દંડ ફટકારાયો

362

સુરતમાં એલ બી ફાયર સ્ટેશન નજીક સીટ બેલ્ટ બાંધ્યા વગર જ સિટી બસ ચલાવતા ડ્રાઈવરને રોકીનેને ટ્રાફિક પોલીસે રૂ. ૫૦૦નો દંડ ફટકાર્યો હતો. પરંતુ ખાનગી કોન્ટ્રાક્ટરની સિટી બસના ચાલકે પોતાની પાસે દંડના રૂપિયા ન હોવાનું જણાવતા પોલીસે બસને જપ્ત કરી લીધી હતી. હવે આ સમગ્ર ઘટનામાં સૌથી કફોડી હાલત પેસેન્જરોની થઈ ગઈ હતી. સવારના પહોરમાં બનેલી આ ઘટનાથી ઓફિસે કે કામના સ્થળે જવામાં લોકોને ખૂબ હાલાકી થઈ હતી. જો કે, મુસાફરોને અન્ય બસમાં ટ્રાન્સફર કરાયા હતા.

આ બસનો નંબર જીજે ૫ બીએક્સ ૩૩૦૫ એકલવ્ય એપમાં નાંખીને ચેક કરતાં તે બસની માલિકી સુરતના મ્યુનિ. કમિશનરની હોવાનું જણાયું હતું. ૨ માર્ચ, ૨૦૧૭ના રોજ સુરત આરટીઓમાં નોંધાયેલી આ બસ માટે હવે ચાલકના કસૂર બદલ માલિક એટલે કે મ્યુનિ. કમિશનરને દંડનો મેમો મોકલવામાં આવ્યો છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે. જો કે, આ બસનો કબજો તો હાલ ટ્રાફિક પોલિસ પાસે છે.

દંડની રકમ ન ભરનાર ચાલકની બસ પોલીસે કબ્જે લીધી હતી બાદમાં બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને અન્ય બસમાં મોકલવામાં આવ્યાં હતાં.

બસમાં ઓવરલોડ મુસાફરો લઈને બીજી બસ નીકળી હતી. આ ઘટનાની જાણ અન્ય બસના ચાલકોને થતાં તેઓ સીટ બેલ્ટ સાથે બસ ચલાવતા જોવા મળ્યાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Previous articleબે કાર વચ્ચે અકસ્માત થતા એક વ્યક્તિનું મોત, બે ઇજાગ્રસ્ત
Next articleસુરતીલાલાઓને મોંઘવારીનો માર નડશે..!! ફાફડા-જલેબીમાં ૧૦ ટકાનો ભાવ વધારો