બી.જે. મેડીકલ કોલેજની હોસ્ટેલ બની ’કબીર સિંહ’નો અડ્ડો…ધાબા પરથી દારૂની બોટલ મળી

527

ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં રાજ્યમાં દારૂનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. તો બીજી તરફ ગુજરાત પોલીસ દ્વારા પણ અનેક દારૂના અડ્ડાઓ પણ દરોડા પાડવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદની જાણીતી બી. જે. મેડીકલ કોલેજના પીજી હોસ્ટેલના ધાબા પરથી અનેક વિદેશી દારૂની બોટલો વેરવિખેર જોવા મળી છે. જેને લઇને રેસિડેન્ટ ડોક્ટર રહેતા હોય અને તેના જ ધાબા પર ખુલ્લેઆમ દારૂની અનેક ખાલી બોટલ મળતા અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. ત્યારે આ ઘટનાને પગલે પોલીસ તંત્ર દોડતું થયું છે.

અમદાવાદની જાણીતી બી.જે. મેડીકલ કોલેજની હોસ્ટેલના ૨૦ જેટલા વિદ્યાર્થીઓ ડેન્ગ્યુમાં સપડાયા છે. જેને લઇને બી. જે. મેડીકલ કોલેજમાં સફાઇને લઇને રિયાલીટી ચેક કરવા ગયેલી ટીમને હોસ્ટેલના ધાબા પર પહોંચતા અનેકે વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલો મળી આવી હતી. ત્યારે આ જોઇને એવું લાગી રહ્યું છે કે, બોલીવૂડની ફિલ્મ કબીર સિંગમાં જે રીતે ફિલ્મનો હીરો કબીર સિંગ દારૂનું સેવન કરીને દર્દીઓની સારવાર કરી રહ્યો હતો. તેમ આ હોસ્ટેલમાં પણ અનેક કબિર સિંગ રહે છે અને દારૂનું સેવન કરી રહ્યા છે.

આ ઘટનાને પગલે હોસ્ટેલના ધાબા પરથી ૫૦થી વધુ દારૂની બોટલ મળી આવતા સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા તાત્કાલીક સફાઇ કરવાના આદેશ કરવામાં આવ્યા છે. જને લઇને પ્લાસ્ટિકની બેગમાં દારૂની બોટલો ભરીને ખસેડાવની કાર્યવાહી કરાઇ રહી છે. ઇન્ચાર્જ ડીને જણાવ્યું કે, પીજી હોસ્ટેલેના ડાયરેક્ટ સાથે બેઠક બોલાવવામાં આવશે. અને ત્યારબાદ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ આ ઘટનાને પગલે શહેર પોલીસ દોડતી થઇ છે. શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ એ.કે. પટેલ સહીત પોલીસ કાફલો બીજે મેડીકલ કોલેજ પહોંચી ગયો છે. જ્યાં પીઆઇ એ.કે. પટેલે બી. જે. મેડીકલ કોલેજના ઇન્ચાર્જ ડીન સાથે મુલાકાત કરી છે.

Previous articleકોંગી નેતા જયરાજ સિંહની નારાજગી દૂર થઈ, કહ્યુંઃ ચૂંટણી પ્રચારમાં લાગી જઇશ
Next articleમહિલા-બાળ વિકાસ કમિ. કચેરી ગાંધીનગર ખાતે  ‘સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટર’નો શુભારંભ