રાજનાથસિંહની પેરિસ યાત્રા શરૂ : અનેક કાર્યક્રમો રહેશે

348

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની ફ્રાન્સ યાત્રા આજથી શરૂ થઇ ચુકી છે. આવતીકાલે ભારતીય હવાઇ દળના સ્થાપના દિવસે ભારતને પ્રથમ રાફેલ વિમાન સુપ્રત કરવામાં આવનાર છે. રાજનાથ સિંહની આ યાત્રા ઐતિહાસિક બનનાર છે. કારણ કે તેઓ રાફેલ વિમાન હેન્ડ ઓવર વેળા શસ્ત્ર પુજા કરનાર છે. તેઓ બે સીટવાળા વિમાનમાં ઉંડાણ પણ ભરનાર છે.  વર્ષ ૨૦૧૬માં ફ્રાંસની સાથે ૫૮૦૦૦ કરોડ રૂપિયામાં ૩૬ યુદ્ધવિમાન ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.  ફ્રાંસ પાસેથી કુલ ૩૬ રાફેલ યુદ્ધ વિમાન મળનાર છે.  જે પૈકી પ્રથમ વિમાન આવતીકાલે ભારતને સુપ્રત કરવામાં આવનાર છે. સુત્રોના કહેવા મુજબ રાજનાથસિંહ રાફેલ વિમાનમાં ઉંડાણ ભરીને ચકાસણી કરનાર છે. આ ઉપરાંત ફ્રાંસના ટોચના લશ્કરી અધિકારીઓની સાથે રાફેલની નિર્માણ કંપની દસા એવિએશનના વરિષ્ઠ અધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

સિંહ ૯મી ઓક્ટોબરના દિવસે ફ્રાંસના ટોપ સંરક્ષણ અધિકારીઓ સાથે સંરક્ષણ અને સુરક્ષા સહકાર વધારવાના ઉપાય ઉપર ચર્ચા કરશે. ભારતીય હવાઈ દળનું એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ પહેલાથી જ ફ્રાંસ પહોંચી ચુક્યું છે. આ વિમાન ખુબ શક્તિશાળી અને મિસાઇલ લઇ જવામાં સક્ષમ છે.  રાફેલ વિમાન ભારત પાસે આવ્યા બાદ ચીન અને પાકિસ્તાન ઉપર ભારતની સંરક્ષણના ક્ષેત્રમાં મહત્વની લીડ થઇ જશે.

સાથે સાથે આતંકવાદી કેમ્પો ઉપર ત્રાટકવામાં પણ વધુ ઘાતક હથિયાર તરીકે સાબિત થનાર છે. ફેબ્રુઆરી મહિનામાં ભારતે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ત્રાસવાદી કેમ્પો પર હવાઈ હુમલા કર્યા હતા. ભારત સરકાર કહી ચુકી છે કે, આતંકવાદ સામે ઓપરેશનમાં રાફેલ વધુ ઉપયોગી રહેશે. સુત્રોના કહેવા મુજબ તેઓ ફ્રાંસીસી એરફોર્સના બેઝ પરથી ઉંડાણ ભરશે. સંરક્ષણમંત્રી સાતમી ઓક્ટોબરના દિવસે ત્રણ દિવસની પેરિસ યાત્રા પર રવાના થશે. આવતીકાલે પેરિસ જવા રવાના થયા બાદ આઠમી ઓક્ટોબરના દિવસે ભારતીય વાયુસેનાના સ્થાપના દિવસે ભારતને પ્રથમ રાફેલ વિમાન મળશે. ફ્રાંસમાં સંરક્ષણમંત્રીના જુદા જુદા કાર્યક્રમ રહેનાર છે. જેના ભાગરુપે પ્રમુખ ઇમેનુલ મેક્રો સાથે પણ વાતચીત કરનાર છે. ફ્રાંસના સંરક્ષણ મંત્રી ફ્લોરેન્સ પાર્લી સાથે સંરક્ષણ વાતચીત પણ કરનાર છે. એક અધિકારીએ વિગત આપતા કહ્યું છે કે, રાજનાથસિંહ ફ્રાંસના સંરક્ષણ ઉદ્યોગના સીઈઓને સંબોધન કરનાર છે. તેઓ સીઈઓમાં મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ અને આગામી વર્ષે લખનૌમાં આયોજિત થનાર ડિફેન્સ એક્સ્પોમાં ભાગ લેનાર છે.  ભારતે સપ્ટેમ્બર ૨૦૧૬માં ફ્રાંસ સાથે મોટી સમજૂતિ કરી હતી. રાફેલમાં ભારતની જરૂરિયાતોને ધ્યાનમાં લઇને ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેમાં ડિસ્પ્લે લાગેલા હેલ્મેટ, રડાર વોર્નિંગ રિસિવર્સ અને ઇન્ફ્રારેડ સર્ચ એન્ડ ટ્રેકિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે. રાફેલમાં મુકવામાં આવેલી સ્કાલ્પ સ્ટેન્ડ ઓફ મિસાઇલમાં પાકિસ્તાન સ્થિત કોઇપણ આતંકવાદી કેમ્પોને ફુંકી મરવાની ક્ષમતા રહેશે. આ મિસાઇલો ૩૦૦ કિલોમીટરથી વધુ અંતર સુધી પ્રહાર કરી શકે છે. સૌથી પહેલા રાફેલ વિમાનોને અંબાલા એરફોર્સ સ્ટેશન પર તૈનાત કરવામાં આવશે જે ભારતની વ્યૂહાત્મક પશ્ચિમી સરહદની પાસે છે. કેટલાક રાફેલ પશ્ચિમ બંગાળના હાસીમારા એરબેઝ પર મુકવામાં આવશે.

Previous articleઅરુણાચલના સરહદી ક્ષેત્રોમાં અમેરિકી તોપ ગોઠવવા તૈયારી
Next articleઆરેમાં વૃક્ષ ન કાપવા માટે સુપ્રીમ કોર્ટનો કડક આદેશ