કાળા નાણાની સામે ચાલી રહેલી લડાઈમાં ભારતને મોટી સફળતા હાથ લાગી છે. સ્વિસ બેંકમાં જમા ભારતીયોના કાળા નાણા સાથે જોડાયેલા પ્રથમ દોરની માહિતીમાં સ્વિત્ઝર્લેન્ડે ભારતે મહત્વપૂર્ણ માહિતી ઉપલબ્ધ કરાવી છે. કાળા નાણાની સામે ચાલી રહેલી ઝુંબેશ હેઠળ ભારતને સ્વિસ બેંકમાં જમા ભારતીયોના બ્લેકમની સાથે જોડાયેલી માહિતી હાથ લાગી છે. સ્વિત્ઝર્લેન્ડના કરવેરા વહીવટીતંત્ર (એફટીએ) દ્વારા ૭૫ દેશોને એઈઓઆઈના વૈશ્વિક માપદંડ હેઠળ નાણાંકીય ખાતાઓની વિગત ઉપલબ્ધ થઇ છે જેમાં ભારતીય લોકો પણ સામેલ છે. એફટીએ દ્વારા સમજૂતિમાં સામેલ કરવામાં આવેલા દેશોને કુલ ૩૧ લાખ ખાતાઓની વિગતો મોકવામાં આવી છે જ્યારે આ દેશોમાંથી તેને ૨૪ લાખ માહિતી મળી છે. આ માહિતીમાં ઓળખ, ખાતા તથા પૈસા સાથે જોડાયેલી માહિતીનો સમાવેશ થાય છે જેમાં નામ, સરનામા, નાગરિકતા, ટેક્સ ઓળખ નંબર, નાણાંકીય સંસ્થાઓ સાથે જોડાયેલી માહિતી, ખાતામાં પડેલા પૈસા અને મૂડી ઇન્કમનો સમાવેશ થાય છે. એફટીએના પ્રવક્તાએ કહ્યું છે કે, ભારતને પ્રથમ વખત એઆઈઓઆઈ માળખા હેઠળ ખાતાના સંદર્ભમાં માહિતી આપવામાં આવી છે. આમા એવા ખાતાઓની સૂચના આપવામાં આવી રહી છે જે હજુ સુધી સક્રિય છે. આ ઉપરાંત એવા ખાતાની વિગત પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે જે ખાતાઓને ૨૦૧૮માં બંધ કરવામાં આવી ચુક્યા છે. પ્રવક્તાએ કહ્યું હતું કે, આ વ્યવસ્થા હેઠળ આગામી સૂચના સપ્ટેમ્બર ૨૦૨૦માં ઉપલબ્ધ કરાવવામાં આવશે. એફટીએ દ્વારા ભારત સાથે જોડાયેલી કોઇ ખાસ માહિતી આપવાનો ઇન્કાર કરતા કહ્યું છે કે, આ ગુપ્તતા સાથે જોડાયેલા મામલા છે. આમા સંપૂર્ણ વિગત આપી શકાશે નહીં. અનેક બેંક અધિકારીઓ અને સંબંધિત અધિકારીઓના નામ ગુપ્ત રાખવાની અપીલ સાથે કહેવામાં આવ્યું છે કે, આ માહિતી મુખ્યરીતે અનેક દક્ષિણ પૂર્વ એશિયન દેશો, અમેરિકા, બ્રિટન, કેટલાક આફ્રિકી દેશો તથા દક્ષિણ અમેરિકા દેશોમાં રહેતા બિન નિવાસી ભારતીયો સાથે સંબંધિત છે. બેંક અધિકારીઓએ કબૂલાત કરી છે કે, કોઇ સમયે સંપૂર્ણ પ્રકારે ગુપ્ત રહેતા સ્વિસ બેંક ખાતાની સામે વૈશ્વિક સ્તર પર શરૂ કરવામાં આવેલી ઝુંબેશ બાદ છેલ્લા કેટલાક વર્ષોમાં આ ખાતામાંથી જંગી નાણાં પાછા ખેંચવામાં આવી ચુક્યા છે. કેટલાક ખાતા બંધ થઇ ચુક્યા છે. જો કે, વહેંચવામાં આવેલી માહિતીમાં એવા ખાતાની સૂચના સામેલ છે જેને ૨૦૧૮માં બંધ કરી દેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ભારતીય લોકોના ઓછામાં ઓછા ૧૦૦ એવા જુના ખાતા પણ છે જેને ૨૦૧૮થી પહેલા બંધ કરી દેવામાં આવ્યા હતા. સ્વિત્ઝર્લેન્ડ આ ખાતાની માહિતી પણ વહેલી તકે આપવા માટે ઇચ્છુક છે. આ ખાતા વાહનો, સ્પેરપાટ્ર્સ, રસાયણ, વસ્ત્રો, રિયલ એસ્ટેટ, હિરા કારોબારી, સ્ટીલ જેવા ક્ષેત્રો સાથે જોડાયેલા કારોબારીઓના છે. અધિકારીઓના કહેવા મુજબ સ્વિસ બેંકોથી મળેલી માહિતીના મુલ્યાંકનમાં એવી સૂચનાઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે જે રાજકીય સંપર્ક ધરાવનાર લોકો સાથે સંબંધિત છે.
સ્વિસ નેશનલ બેંક (એસએનબી) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ સ્વિસ બેંકમાં ભારતીયો દ્વારા જમા કરવામાં આવેલી રકમ ૨૦૧૮માં આશરે ૬ ટકા ઘટીને ૬૭૫૭ કરોડ રૂપિયા થઇ ચુકી છે. છેલ્લા બે દશકમાં જમા કરવામાં આવેલી રકમનો આ બીજો સૌથી નીચો હિસ્સો છે. વર્ષ ૨૦૧૮માં તમામ વિદેશી ગ્રાહકો દ્વારા સ્વિસ બેંકમાં જમા કરવામાં આવેલી રકમ ચાર ટકાથી વધારે ઘટીને ૯૯ લાખ કરોડ રૂપિયા રહી હતી. બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટના લોકેશન બેંકિંગના કહેવા મુજબ વર્ષ ૨૦૧૮માં ભારતીયો દ્વારા સ્વિસ બેંકમાં જમા કરવામાં આવેલી રકમમાં ૧૧ ટકાનો ઘટાડો થયો છે. સ્વિસ બેંકમાં નાણા જમા કરનાર દેશોની યાદીમાં ભારત દુનિયાભરમાં ૭૪માં સ્થાન ઉપર છે. જ્યારે બ્રિટન પ્રથમ સ્થાન ઉપર છે. સ્વિત્ઝર્લેન્ડ સ્થિત બેંક દ્વારા જારી કરવામાં આવેલી માહિતી ખુબ જ મહત્વપૂર્ણ છે. ગયા વર્ષે ભારત ૧૫ સ્થાન જંપ કરીને યાદીમાં ૭૩માં સ્થાને પહોેંચ્યું હતું.