સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં કરવામાં આવતી ભરતીની એકઝામ પરીક્ષાની તૈયારી માટે ફ્રીમાં માર્ગદર્શન મળી રહે અને આહીર સમાજના યુવાનો અને યુવતીઓ વધારેમાં વધારે સરકારી નોકરીઓમાં જોડાઈ તે માટે શિક્ષણના યોગ્ય તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે ભાવનગર જિલ્લા આહીર સમાજ કર્મયોગી સંગઠન દ્વારા આયોજીત બિનસચિવાલય પરીક્ષા માર્ગદર્શનના સાત દિવસના ફ્રી વર્કશોપનો પરમ પુજ્ય જીણારામબાપુના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય તથા આશીર્વચન સાથે શુભ પ્રારંભ આહીર કર્મયોગી સંગઠન દ્વારા જિલ્લા ભરના આહીર સમાજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને વધારેમાં વધારે લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે