ભાવનગર યુનિવર્સિટીની સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ તાજેતરમાં સેપડ ટેકરાવ આંતર કોલેજની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ચેમ્પિયન બની કોલેજ અને ભાવનગરનું ગૌરવ વધાર્યુ હતું. કોલેજની ટીમને ચેમ્પિયન થવા બદલ કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ અને ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયાએ શુભેચ્છા પાઠવેલ.