કરચલીયાપરા યુવા કોળી સમાજ આયોજીત સતત ૪થા વર્ષ પણ ધોરણ ૧૦ થી ૧રના સર્વ જ્ઞાતિ સમાજના વિદ્યાર્થીઓને વિનામુલ્યે ઘરેથી સ્કુલે અને સ્કુલેથી ઘરે પહોંચાડીને આવું સરસ આયોજન કર્યુ છે. આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન નીતાબેન રાઠોડ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને શુભેચ્છા પાઠવી હતી. આ આયોજનનો લગભગ રપ૦ વિદ્યાર્થીઓએ લાભ લીધો છે. આ કાર્યક્રમના જેનો અમુલ્ય ફાળો છે તે બુધેશભાઈ વાઘેલા, મુનાભાઈ વેગડ, ચીમનભાઈ યાદવ, નરેશભાઈ, અનિલભાઈ ડાભી, મંજીભાઈ તથા સમાજના અગ્રણી પણ ઉપસ્થિત હતા.