તળાજાના સરતાનપર ગામે બે જુથો વચ્ચે અથડામણ : ત્રણ મહિલા સહિત ૧૩ને ઈજા

611

સરતાનપર (બંદર) ગામે ગઈકાલે રવિવારે સાંજના સુમારે  બારીયા અને મકવાણા પરિવારના સભ્યો વચ્ચે કોઇપણ કારણોસર સામ-સામી મારામારી-ધીંગાણું થયું હતુ. જેમાં ૧૩ મહિલા સહિત ૧૩ને નાની-મોટી ઈજાઓ થઈ હતી. આ બનાવમાં ઇજાગ્રસ્તોને મો.સા જેવા વાહનો અને તળાજા ૧૦૮ના ઈએમટી દિનેશ દિહોરા,પાયલોટ ઋષિરાજસિંહ સરવૈયા દ્વારા તળાજા રેફ્રલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જયાં રાજુ ભટુરભાઈ બારીયા, મુના ભટુરભાઈ બારીયા,વિપુલ ભટુરભાઈ બારીયા, વિજય ભટુરભાઈ બારીયા, શિવુબેન ભટુરભાઈ બારીયા, ભાવેશ મથુરભાઈ બારીયાને ઈજાઓ થતા સારવાર આપવામાં આવી હતી. તો, સામાપક્ષે ભાવેશ રામજીભાઈ મકવાણા,રામજી શિબાભાઈ મકવાણા, ભરત વિક્રમભાઈ મકવાણા,વિક્રમ શિબાભાઈ મકવાણા,હેતલબેન શિબાભાઈ મકવાણા,ભગીરથ શિબાભાઈ મકવાણા, જમનાબેન વિક્રમભાઈ મકવાણાને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતા તળાજા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડયો હતો.

Previous articleભાવનગર શિશુવિહારમાં નવરાત્રી મહોત્સવનું આયોજન
Next articleઆજે શહેરના માર્કેટીંગ યાર્ડ અને જવાહર મેદાન ખાતે રાવણ દહન કરાશે